લાગણીઓનું ઝરણું
લાગણીઓનું ઝરણું
કોઈ લાગણીઓ વરસાવે તો એમનો પડકાર મૌન હોય કે સવાંદ?
એમના માટે એક પ્રસંગ લઈ ને આવી છું તમને સમજાવા.
શિષ્યનો ગુરૂ સાથેના અંતિમ દિવસોમાં એક લાગણીભર્યો સવાંદ:
યોગાનંદ એમના ગુરૂ ને કહે છે કે ગુરુજી હું જ્યારે તમને મારી યુવાવસ્થામાં પહેલીવાર મળ્યો ત્યારે તમે મને કહેલું કે ' હું તને ચાહું છું ' પરંતુ ત્યાર પછી દાયકાઓ વહી ગયા અને કદાચ એક બે વાળ મારા કાળા રહ્યાં છે તો એ તમે મને આજ સુધી બીજીવાર ક્યારેય કેમ નહી કહ્યું!
ગુરુજી યુક્તેશ્વર આંખો નમાવી કહે છે કે યોગાનંદ તું ઇચ્છે છે કે હું મારા હૃદયમાં ઉત્તમ સાચવેલી ભાવનાઓને આ ઠંડા પ્રદેશ માં વહેતી મૂકું?
યોગાનંદ જવાબમાં કહે છે - હા યુક્તેશ્ચર ગુરુજી, મારા શ્રવણ ઇન્દ્રિયો એના જવાબ માટે તરસી રહી છે. અને યુક્તેશ્વર ગુરુજી જવાબના પ્રત્યુતરમાં કહે છે કે મારા ગૃહસ્થ જીવન દરમિયાન એક પુત્ર માટે તરસતો હતો જેને હું યોગમાર્ગની તાલીમ આપી તૈયાર કરું. પણ જ્યારથી મારા જીવનમાં તે પ્રવેશ કર્યો છે ત્યારથી મને સંતોષ થયો છે. તારામાં જ મે મારા પુત્રને ભાળ્યો.
શ્રી ગુરુજી યુક્તેશ્ચરની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને કહે છે કે , " યોગાનંદ, હું હંમેશા તને ચાહું છું."
યોગાનંદ કહે છે ગુરુજી, મારા અંતર પરથી એક મોટો ભાર ઉતરી ગયો અને તે તમારા શબ્દોમાં ઓગળી ગયો..ઘણી વખત મને તમારા મૌનથી આશ્વર્ય થતું
હતું અને લાગતું હતું કે પૂર્ણપણે શિષ્ય રૂપે સંતોષ આપવામાં હું હજુ સફળ થયો નથી. પરંતુ તમારો પ્રત્યુતર મારે મન સ્વર્ગનો પરવાનો છે. આજે એક સંતોષની લાગણી અનુભવુ છું.
શિખવા જેવું મને લાગ્યું આ વાર્તામાંથી એ :
લાગણીઓ વ્યક્ત કરવામાં આપણે શબ્દો કરતા મૌનનો સહારો વધારે લઈએ છીએ. સબંધના સવાંદમાં એક વ્યક્તિ બક બક કરીને લાગણીઓનો વરસાદ વરસાવતી હોય તો બીજી બાજુ ઈચ્છા કંઇક અંશે એવી હોય છે કે હું ના બોલું ને સામેવાળો બંધુ સમજી જાય.
પરંતુ વ્યકત થતી લાગણીઓને પણ ક્યારેક પુરાવો જોઈએ છે. વેચાયેલા મારા બોર ખાટા લાગ્યા કે ગળ્યાં? અને વરસતી આ વાદળીથી એનું મન કેટલું ભીજાયું!
જો બે મહાનુભાવો ને પણ લાગણીઓ જાણવા અને વ્યક્ત કરવા શબ્દ રૂપી લાકડી જરૂર રહેતી હોય તો !!!
કોઈનો સ્વભાવ પર આપણા બોલની કેટલી અસર થઈ એ ક્યારેય પૂર્ણ રીતે આપણે જાણી શકીએ નહિ. એટલે વ્યક્ત કરનાર કાયમ પડકાર રૂપે મૌનથી વધારે કંઇક માગણી કરતું હોય છે.
લાગણીઓ વ્યક્ત કરવા માટે બધાના પોત પોતાના સ્વતંત્ર માળખા હોય છે.
વ્યકત કરનાર જેટલી લાગણીઓ ના વરસાવી શકીએ તો કઈ નહિ પરંતુ વરસતી ભાવનાઓમાં તમે કેટલા ભીંજાયા એમનો એક ઝાકળ સમ પડકાર ફેંકી પુરાવો ક્યારેક આપતા રહેવું જોઈએ એટલે વ્યક્ત કરનાર પણ સમજે કે તમે એમનાથી કેટલા સંતુષ્ટ છો અને તમારા સુધી એ કેટલી પહોંચી.