STORYMIRROR

sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

લાગણીભર્યો સ્નેહ સંબંધ

લાગણીભર્યો સ્નેહ સંબંધ

2 mins
330

"આ બપોરિયાએ તો લોહી પીધું મુવાને કેટલી વાર હમજાવ્યો છે કે ભલા માંગવા આવે છે. તો વેલ્લો ગુડાતો હોય તો. માંડ માંડ કામ આટોપી આડી પડું ને મુવો રાડો દેય"........ " દિવાળીમાં ખાવાનું વધ્યું હોય તો આપોને" ....... "દિવાળી મા તો કેમ જાણે તારા હાટું સાવ નવરી જ હોય"...

આમ બબડતા બબડતા દિવાળી મા ઊભા થઈ. પેલા ભિખારીને રોજ ખાવાનું આપે. અને રોજ કહે કાલે વેલ્લો ગુડાજે. કાળબપોરે આવે છે. એક જરાક જપવું હોય ને રાડો પાડે. લે ખાઈ લેજે. અને આ સોનુનાં કપડા લઈ જા તારી નનકી બેનને થઈ જશે. અને તારી મા ને હવે કેમ છે ? સારું થયું કે ? બિચારી આખી જિંદગી બીમારીમા જ કાઢી.

 દિવાળી મા રોજ જાણે જાણીબૂઝી ને પેલા ભિખારીઓ માટે વધારે જમવાનું બનાવતા હોય એવું મને લાગ્યા કરતું. બસ રોજનો એમનો આજ નિયમ ને આજ બબડાટ. કોઈ દિવસ ભિખારી વેલ્લો ના આવ્યો. ને કોઈ દિવસ દિવાળી મા નું બબડવાનું બંધ ન થયું.

 દિવાળી મા બહારગામ જાય તો પેલા ભિખારીને કહી દે. હું કાલે ઘરે નથી. વહુ છે તો વેલ્લો આવજે અને લે આ વીસ રૂપિયા. કંઈક ભાગ લઈને બધા ભાંડુંરા ખાજો.

 આમ ને આમ ઘણા વર્ષો સુધી ચાલ્યું. જાણે પેલા ભિખારી છોકરાઓ અને દિવાળી મા નો વર્ષોનો નાતો.

દિવાળી માના છોકરા શહેરમાં રહે. તેથી ત્યાં કોઈ શુભ પ્રસંગે દિવાળી માને શહેર જવાનું થયું. દિવાળી મા અઢાર દિવસ પછી ગામડે આવે છે. બપોરે સૂતા અને ડેલીનો દરવાજો ખખડયો... ને દિવાળી માં બોલ્યાં...."આ બપોરિયાએ તો લોહી પીધું....અને ડેલી ખોલી તો પેલો ભિખારી છોકરો ન હતો...જાણે એની વાટ જોતા હોય એમ નિરાશ થઈ ડેલી બંધ કરી ફરી સૂતા....

થોડા દિવસો બાદ જાણવા મળે છે. કે એ ભિખારી છોકરીઓની મા ગુજરી ગઈ. તેથી એ છોકરા એમના મોસાળે રહેવા જતા રહ્યાં.

 દિવાળી મા આજે પણ જમવાનું વધારે બનાવે છે. અને બપોરે ડેલી ખખડે તો બેકળતાની ઊભી થઈ ડેલી ખોલે છે. પણ એ ભિખારી છોકરાઓ જોવા નથી મળતા. કે નથી એ બબડાટ સંભળાતો..

 મને ઘણી વાર એવું લાગ્યા કરે કે શું દિવાળી મા, પેલા ભિખારી છોકરાઓ અને બપોરિયાનું મિલન ફરી થશે કે એમનો લાગણીભર્યો સ્નેહ સંબંધ આટલો જ હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational