લાડકવાયી
લાડકવાયી


લાડકવાયી .... આ શબ્દ સાંભળી ને સાહેબ એક જ વ્યક્તિ યાદ આવે ને એ છે "દીકરી"
આ સમાજ જ્યાં દીકરો એ બાપનું સ્વાભિમાન છે પણ દીકરી એ તો એનું અભિમાનને સમ્માન છે.
જ્યારે વાત થાય સંતાનની તો વખાણ બંનેના થતા હોય છે એ દીકરો હોય કે દીકરી ...પણ ત્યારે માં જ્યારે દિકરાનો પક્ષ લે છે ને સાહેબ ત્યારે એક વ્યક્તિ ના બોલીને પણ ઘણું બોલી જાય છે એ ખૂબ જ આત્મવિશ્વાસ પૂર્વક કહે છે કે નામ તો સમાજ માં દિકરો નઈ પણ આ મારી દિકરા સવાય દીકરી જ કરશે.....ને એ બોલનાર બીજું કોઈ નહિ પણ એક ગર્વ થી ફૂલાતો બાપ જ હોય છે કે મારા ઘરે દિકરી છે....
જ્યારે એક દિકરી નો જન્મ થાય છે ને ત્યારે દુનિયા માં સૌથી વધારે જો કોઈ ખુશ હોય એ એક બાપ જ હોય છે કારણ ત્યારે ખાલી એક દિકરી નહિ પણ એની સાથે એક પુરુષ નો બાપ તરીકે પણ જન્મ થાય છે...
કારણ કે...
"દિકરા તો દેવ ના દીધેલ હોય છે....પણ
દિકરી તો સાહેબ માનતા ને બાધાથી માંગેલ હોય છે."
જન્મ થી લઇ ને જ્યાં સુધી દિકરી હસતી રમતી થાય ત્યાં સુધી એ મર્દા મર્દ એની આગળ પાછળ ફરે છે કે ક્યાંક મારી દિકરી-મારી ઢીંગલી ને ઠોકર ના વાગી જાય કારણ કે
" બાપ નો ધબકાર છે દિકરી".
દિકરીની એ સ્કૂલથી કૉલેજ સુધીની સફરમાં આ બાપ એની બધી જ શક્તિ લગાવી દેય છે કે મારી દીકરી ભણી ગણી ને આગળ વધે, એ એના પગભર થાય....
દિકરી ના સપના ને એ પોતાના સપના બનાવી ને પોતાની આંખે જોતો હોય છે....એ દીકરી થી કોઈ આશ નથી રાખતો સાહેબ પણ દિકરી ની કોઈ આશ અધૂરી ના રહે એનું ખાસ ધ્યાન રાખે છે.
જન્મ સમયે હાથમાં લેવાથી લઈ ને એને મોટી થતી જોવી, એને હસતી કૂદતી જોવી, એની ઢીંગલી ને સ્કૂલ થી કૉલેજ જતી જોવી, કૉલેજ પછી નોકરી જતી જોવી ને એના સપના પૂરા કરતી જોવી....એની આ સફર ને જેટલું માં સમજાવી સકે એના કરતાં બાપ ઘણી સારી રીતે સમજાવી શકશે કારણ કે એને આ સફર ખાલી જોઈ નથી પણ આ સફર ને જીવી જાણી છે સાહેબ.
જ્યારે આ દિકરી એના સાસરે જાઈ છે ને સાહેબ ત્યારે જો કોઈ સૌથી વધારે દુઃખી થાય છે ને તો એ હોય છે બાપ , એની ઢીંગલી વગર નું ઘર જાણે બની જતું હોય છે એક ખંડેર એના માટે કારણ કે એ "દિકરી પ્રતિબિંબ છે એનો..."
થોડા ટૂંકા શબ્દોમાં કહીએ ને તો સાહેબ....
"દિકરી તો છે વહાલનો દરિયો" પણ...
છે એ કોક ના ઘર નો દીવો,
જાઈ છે ભલે એ એક પારકા ઘરે...
પણ કરતી જાઈ છે ઘર સૂનું બાપ નાં એનું....
તૂટે છે દિલ ને થાય છે ટુકડા હજાર,
થાય છે દર્દ નાં કહી શકાય એવું, ...
જવાથી એની એ લાડકવાયી ના .....
જીવે છે શમણાં એક બાપ દિકરી ના
જે કરે છે ઉજાગર દિવડા બે ઘર નાં....
થાય છે એ તારણહાર બની ને હલેસો બાપ નો....
જ્યારે ફસાય છે એ બાપ મજદ્યાર માં,
મળે છે આઝાદી એ દિકરી ને ઊડવાને આકાશમાં
ને કરે છે એ નામ બાપ નું આ સંસાર માં,
સાંભળે છે એ બાપ મહેણા હજાર
કે કરશે શું આ દિકરી તારી?
જવાબ આપે છે એ બાપ ત્યારે
કે આ દિકરી મારી છે દિકરા ભારી,
શું છે વાંક એનો જે છે એ એક દિકરી ?
પણ બનશે એ એક દિકરા સમાવડી.....
નથી સાંભળતો એ બાપ દુનિયાનું આખી ...
કારણ ભરોસો છે એને "લાડકવાયી" પર એની.