kusum kali

Inspirational

3  

kusum kali

Inspirational

કલાક્ષેત્રે નારી

કલાક્ષેત્રે નારી

4 mins
121


વિષય-મહિલાઓનું સમાજના વિવિધ આયાયોમા યોગદાન દેશના ઘડતરમાં ....


નારી તું ચહકતી રહે, દરેક ક્ષેત્રે મહકતી રહે,

કુટુંબ બાગની માળી બની, સ્નેહ સંબંધ સિંચતી રહે.


જિંદગી જંગ છે, મહિલાઓ માટે,

સમાજની માનસિકતા તંગ છે, નારીઓ માટે.


મહિલાઓ કુદરતનો ઉપહાર છે,

દરેક ક્ષેત્રમાં કામ કરવા તૈયાર છે,

ધરાથી લઈ હિમાલય સુધી પહોંચી,

ગગનમાં વિમાન ઉડાવા તૈયાર છે.


આમ જોવા જઈએ તો કોઈ એવું ક્ષેત્ર નથી જેનામાં મહિલાઓનો યોગદાન ના હોય. રાજનીતિ, મોટી મોટી કંપનીઓ, સામાજિક કાર્ય, કલા ક્ષેત્ર કે પછી શૈક્ષણિક સંસ્થાઓ હોય, દરેક જગ્યા મહિલાઓ પોતાની આગવી ઓળખ ધરાવતી હોય છે. પતિની સાથે ઘર ગૃહસ્થીમાં પણ આર્થિક સહયોગ કરતી હોય છે. એમ કહિએ કે પુરુષ કરતા પણ બે ડગલા આગળ રહે છે. 

દરેક મહિલા આ સમયમાં ઘરમાં બેસી પોતાનું સમય જતો નથી કરતી. એ આખો દિવસ મગજથી કઈક એવું કરવા વિચારતી હોય કે જેથી ઘર પરિવાર સાથે દેશના માટે પણ કઈક કરી શકે.

એમાની હું પોતે પણ એક એવી વ્યક્તિ છું જે નાની હતી ત્યારથી કેટલાય સપના જોતી હતી. સન્ 1959માં એપ્રિલ મહિનાની 23 તારીખે મારો જન્મ દિવસ. તે સમયમાં છોકરીઓને વધારે ભણાવી એ સમાજમાં માન્ય નહોતો. ઉપરથી રાજસ્થાનનો નાનો ગામ. નાનાજીએ પોતાની પાસે રાખી હાયરસૈકંડ્રી સુધી ભણાવી "મધ્યપ્રદેશમાં." પછી પપ્પાએ 17 વરસની ઉમરે લગ્ન કરી દીધા. તે પણ ગુજરાતમાં. ગુજરાતી ભાષા વિશે બિલ્કુલ અજાણ હતી. એટલે બધા સપના માળિએ મુકી ઘર સંસારમાં અટવાઈને રહી ગઈ. બાળકોને મોટા કરવા એજ કામ રહી ગયો. ઘરમાં આર્થિક રીતે તકલીફ હતી એટલે, ફરી મગજમાં કઈક કરવાનો ભૂત સવાર થયો. પોતાના મંદિરની સેવા તો હતી, સાથે મહિનામાં સાત દિવસ જૈન મંદિરની સેવા લીધી. પછી રાધાકૃષ્ણ મંદિરની સેવા, જેથી રહેવાની સગવડ મળી. પતિદેવની એ દરમિયાન બેંકમાં નોકરી લાગી. મે આંગણવાડી ની નોકરી ચાલુ કરી. પણ બાળકોને સાચવવામા મુશ્કેલીઓ હોઈ, મે નોકરી છોડી ઘરમાં નર્સરી ક્લાસ શરુ કર્યા. જેથી બાળકો પણ સચવાય અને આર્થિક મદદની સાથે જીવનમાં કશુંક કરું છું નો સંતોષ મળે. બન્ને જણ કામ કરી બાળકોને ભણાવી લગ્ન કરી જ્યારે નવરા પડ્યા ત્યારે મારી ઉમર પંચાવન વરસ થઈ. હવે ફરી મનને ખટક્યો, શું આવો જીવન જીવવાનો ? 

એવામાં આવ્યો રાખડીનો તહેવાર. સન્ 2015 મારી પંચાવન વરસની ઉમર. અચાનક મનમાં વિચાર આવ્યો, કુટુંબની દીકરીઓને ઉપહાર તો આપીએ છે. પણ આ વખત કઈક અલગ આપું. વિચાર કરતા મગજમાં આવ્યો એમના માટે ચાર ચાર લાઈન લખી ભેટ આપું. પણ પેન પકડ્યાને તો વરસો વીતી ગયા. છતાં એક કોશિશ તો કરવી છે. બસ શરુ થઈ ગઈ તે દિવસથી મારી કલમ. સાત દીકરીઓ, સાતે માટે આખી રાત બેસીને ચાર ચાર લાઈન લખી. જે મગજમાં આવ્યું લખી નાખ્યો. સવારે વહુ રાધિકાને વાંચી સભંળાવી. વહુ રાધિકાએ કહ્યું મમ્મી સરસ કવિતા લખી. આને આપણે આજે પરિવારના વ્હોટ્સએપ ગ્રુપમાં મુકી દઈએ. મને ગભરામણ હતી કોઈ શું કહેશે. પણ વહુ રાધિકાએ ટાઈપ કરી અને પોસ્ટ કરી દીધી. થોડીવારમાં ધડાધડ રિસ્પોન્સ આવી ગયો. વાહ મમ્મી, વાહ મોટા મમ્મી. વાહ કાકી, વાહ ભાભી વગેરે વગેરે. બધાજ ખુશ હતા. ત્યાંતો નણંદ, દીયર જેઠ બધાએ કહ્યું, અમારા માટે પણ લખો. પછી સસરા, સાસુ, આખાય સાસરી પક્ષ માટે જેવું આવડે એવું લખી નાખ્યો. સૌ પરિવારના સ્વજનોએ બહુજ વખાણ કર્યા. બસ પછી ઘરમાં રહેલા કેલેન્ડરના ફોટા પર લખવાનો ચાલૂ કરી પોતાની જાતથી ખુશ હતી. હજુ સુધી મોબાઈલ નહોતો પણ છોકરાઓ અને પતિદેવ મોબાઈલ ગિફ્ટ આપ્યો. પછી લખતા શિખવાડ્યુ. હિંદી ભાષી હતી. મોબાઈલ આવતાની સાથે બેચાર સાહિત્યિક ગ્રુપમાં જોડાઈ. ત્યાં રોજ વિષય આપવામાં આવતો, અને રોજ હું એના પર લખવા લાગી. કેટલાય લેખક, લેખિકાનો સાથ મળ્યો. ફેસબુક ઉપર મનના ભાવ લખી રચનાઓ મુકી. લોકોનો પ્રતિભાવ જાણવા મળ્યો. ધીરે ધીરે હિંમત આવતી ગઈ. કેટલાય સર્ટિફિકેટ મળ્યા. વાંચકો ખુશ થયા અને કહ્યું "કુસુમબેન તમારી રચનાઓ સંદેશપ્રદ હોય છે. આજે હું કવિતા, કહાની, લઘુકથા, સંસ્મરણ બધુંય લખી એક લેખિકાના રુપમાં દેશને સંદેશ આપવાનો કાર્ય કરી પોતે કઈક કર્યા નો સંતોષ મેળવુ છું. બીજુ હવે ચાર લાઈન મુક્તક બોલી વિડીયો પણ બનનાવું છું. વિડીયો પણ સૌ પસંદ કરે છે. સારા એવા લાઈક, કમેંટ પણ આવે છે. હિંદી સાથે હવે ગુજરાતીમાં પણ લખવાની કોશિશ કરૂં છું. મારી રચનાઓને હિંદી માં બે સાઝા સંકલનમાં સ્થાન મળ્યો. સાથે એક એકલ સંખકલન "અહેસાસો કે ફૂલ" નામની પુસ્તક પણ પ્રકાશિત થઈ છે. આ રીતે આજે મને લાગે છે કે હું એક સાહિત્યકાર તરીકે દેશના ઘડતરમાં તલ જેટલો ભાગ ભજવી રહી છું. 

આજે પણ હું મારી આત્મકથા લખી ને એક સંદેશ આપવા માંગુ છું કે કઈક કરવા માટે ઉમરના જોવી. જાગ્યા ત્યારથી સવાર સમજી મોકો મળતાની સાથે હિંમતથી આપણે આપણા કામને કરવાની કોશિશ જરૂર કરવી. કહેવાય છે "હિંમતે મર્દા તો મદદે ખુદા.

આજે હું "63 વર્ષની ઉમરે" બાહર નિકળુ ત્યારે નર્સરીમાં આવતા બાળકોના વાલી કહે "બેન તમારી પાસે આવેલા સોસાયટીના બધાજ બાળકો બહુ સારી જગ્યાએ કામ કરે છે." ત્યારે મનમાં આનંદ દસગણો વધી જાય છે. અને લાગે ચાલો વધારે નહીં પણ જરાતો કશુંક સારો કાર્ય કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational