કદરૂપતા
કદરૂપતા
એક શહેર હતું. ખુબ જ ખાનદાન અને અમીર હતું. એ મોહનભાઇને બે દીકરા હતા. બંને દીકરાના લગ્ન થઈ ગયા હતા. મોટા દીકરાની વહુ ખુબ સુંદર હતી. પરંતુ નાના દીકરાની વહુ ગરીબ ઘરની ને થોડી દેખાવમાં શ્યામ. દેખાવ અને સ્વરૂપમાં મોટી વહુ જેવી નહતી. તેમનો પરિવાર એકજ બંગલામાં સાથેજ રહેતા હતા. બધા ખુબ જ મોજ- શોખથી જીવન જીવતા હતા. પરંતુ નાની વહુ ના સામાન્ય દેખાવને લીધે હંમેશા બધાની મશ્કરીનું કેન્દ્ર બની રહેતી. મોટીવહુનો ઘરના બીજા લોકો તેમના સ્વરૂપવાન દેખાવ ઉપર ખુબ જ અભીમાન અને ગર્વ અનુભવતા અને તેમની સુંદરતાના અભીમાન માં રચ્યા -પચ્યા રહેતા.
નાની વહુ ને કદરૂપી વહુ અને એ તો શ્યામ (કાળી )છે એવું કહીને સંબોધતા. નાની વહુ ખુબજ સમજુ અને ધૈર્યવાન હતી. ઘરના બધા કામ આખોદિવસ (નોકરાણી )ની જેમ કર્યા કરતી. ગરીબ પરિવારની દીકરી હતી. બધુંજ સહન કરી લેતી કારણ કે, તેમને મનમાં એક ડર હતો. હું તો કદરૂપી અથવા સામાન્ય દેખાવની છું.
મને ઘરની બાર કાઢી નાખશે તો મારા મા-બાપ ને કલંક લાગશે. બસ આમ જ ઉદાસ થઈ રડીને સુઈ જતી.
બધા ના મેણા -ટોણા અને નિંદાઓ સાંભળવા ટેવાઈ ગયા હતી. કોઈ પ્રસંગમાં અને બધાની જોડે બહાર
જવાનું ટાળતી કેમ કે એને ખબર હતી કે બધા મારી મશ્કરી કરશે અન્ય લોકોથી પોતાની જાતને દૂર રાખતી. પોતાના વર્તનમાં હંમેશા દયા અને માયાળું વર્તન રાખતી. એક દિવસ તેમનો. પતિ પણ તેમને કહે છે કે મેં તો કેવા સપના જોયા તા કે મને તો હિરોઈન જેવી મળશે. પરંતુ મને ક્યાં ખબર હતી કે મારા નસીબમાં તો આવી સાવ કદરૂપી લખી હશે.
મિત્રો આ પરથી હું કઇશ કે, ફૂલ કદરૂપું ભલે હોઈ પણ એ મહત્વનું નથી. પરંતુ એ સુંગંધ કેટલી આપે છે એ મહત્વનું છે. આજના જમાનામાં જોઈ છે બધાને સુંદર અને ફેશનવાળી છોકરી એમના ગુણ એમની બુદ્ધિ એમના સંસ્કાર એ ક્યાં કોઈને જોઈએ છીએ. બસ છોકરી રૂપાળી એટલે હા બસ મારે તો આમની સાથેજ લગ્ન કરવા છે. પછી ભલે એ રૂપાળી આવી ને મા -બાપની ઊંઘ, ભૂખ અને આબરૂને નેવે મૂકે. મિત્રો ચેહરાથી સુંદરતાના વખાણ દુનિયા માત્ર પાંચ વર્ષ કરે. પરંતુ મનથી સુંદર હશે ને તો એના વખાણ જિંદગી ભર થશે. કદરૂપું હોવું એ દેખાવથી કદરૂપું છે. પરંતુ એના મનના અને ગુણના દેખાવ તો જોવો. કદરૂપું હોવું એમાં એ છોકરીનો શુ વાંક છે ? એના પણ સપના હોઈ છે. પત્નીની સુંદરતા ગોતવામાં તમારા ઘરની સુંદરતા વિખાય જાય છે એ તો વિચારો. .