કારગિલ કોહિનૂર
કારગિલ કોહિનૂર
અષાઢ મહિનાની અંધકાર રાત હતી. ચારેકોર અંધકાર, પવનના સુસવાટા અને મેઘનો કહેર એવામાં સીમને છેવાડે આવેલ મારા ઘરના બારણે ટકોરા પડ્યા. સાંભળીને તો ક્ષણભર ચોકી જ જવાયું કે કોણ હશે ? શું થયું હશે ? આટલી રાતે દરવાજો ખોલવો કે નહીં. પથારીમાંથી ઊભાં થઈ પપ્પા એ દરવાજો ખોલ્યો જોયું તો એક સ્ત્રી ગર્ભાવસ્થામાં કેટલાય માઈલો ચાલી ને આવી હતી. એના ચહેરા પર તેનાં બાળકને જન્મ આપવાની લાગણીઓ કરૂણતા સાથે વહી રહી હતી. પપ્પાથી રહેવાયું નહીં ડેલાંમાં પડેલી ગાડી ને સેલ મારી તે બહેન ને બેસી જવા કીધું. અને બાજુના ગામમાં લઈ ગયા, તાત્કાલિક દાક્તર ને બોલાવી સારવાર શરૂ કરાવી, દાક્તરના મત મુજબ તે બહેન ને વહેલી તકે સારવાર ના મળી હોત તો બહેન અને બાળક બંનેમાંથી કોઈ એકનો જ જીવ બચી શક્યો હોત. ભગવાન ની કૃપાથી બંનેની તબિયત સારી હતી. મેં સહજ ભાવે પપ્પા ને પૂછ્યું કે પપ્પા તમે આ બહેન ને ઓળખતા નથી તો આટલી બધી મદદ કેમ ? તો પપ્પાનો જવાબ સાંભળી મારી આંખોમાં અશ્રુધારાઓનું પુર આવ્યું ! જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માઁ સાથે કોઈ જ ન હતું મારા પપ્પા સરહદ પર ચાલી રહેલ કારગિલના યુદ્ધમાં હતા એ સમયે મારી માઁ ની આજ હાલત ના કારણે મૃત્યુ થયું હતું. મારા પપ્પા એ સમયે દેશની સેવામાં મારી માઁ ને ના બચાવી શક્યા, પણ આજે મને ખુશી થાય છે કે તેમને એક સરહદ પર લડી રહેલ આર્મી જવાનના બાળકને જન્મ અપાવી ને મારી માઁ ને જીવનદાન આપ્યું હોય એવું લાગ્યું સાચે જ મારા પપ્પા કારગિલના કોહિનૂર હતા જેમને મારી માઁ ને બીજા શૂરવીરની પત્નીને બચાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.
