STORYMIRROR

RIDDHI KAPDIYA

Inspirational

3  

RIDDHI KAPDIYA

Inspirational

જિંદગીની જિંદાદિલી

જિંદગીની જિંદાદિલી

5 mins
139

તો પણ આપણે એક ઘટનાની વાત કરીએ દામિની ગેંગરેપ, નિર્ભયા ગેંગરેપ, આસિફા ગેંગરેપ અને હમણાંની જ વાત કરું આઠ મહિનાની બાળકીને એક નરાધમે પીંખીનાખી. હવસની આળમાં ત્યારે ક્યાં ગયો બળાત્કાર વિરુદ્ધ સખ્ત કાનુન ? અને ક્યાં ગઈ નવદુર્ગા સાથેનો દરજ્જો ? ક્યાં ગયું સ્ત્રીઓનું પૂજનીય સ્થાન ? કાનુનના રક્ષકોથી ન થતું હોય તો જનતાને સોપો તે નરાધમનેમાંનો તમારી ભાષામાં કે સ્ત્રી એ મનભડકવું ઉત્તેજિત કરે તેવા કપડાં પહેર્યા હશે, પણ બિચારી એની એવી તો શું ઉત્તેજના ફેલાઈ હશે ?

અમુક તો સ્ત્રી પર રેપ થાય તો લોકો એને સાથ આપવાની જગ્યાએ એના જ ચારિત્ર્ય પર આંગળી ઉઠાવે તેના કપડાં પર દોષનાખે, જાણે કે તેમને ચારિત્ર્યનું પ્રમાણપત્ર આપવા ન બેસાડ્યા હોય ? આવું કહેનાર એક સ્ત્રી જ હોય એક સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે. તેમને એકબીજાની ઈર્ષા કરવાની જગ્યાએ એક થઈને બીજી સ્ત્રીને મદદ કરવાની જરૂર છે. જ્યારે કોઈના ચારિત્ર્ય પર આંગળી ઉઠાયા પહેલા ત્યાં પોતાની જાતને મુકી જુઓ તો આવો ખ્યાલ સુધા તક નહીં આવે, તેને હિંમત આપવાની જરૂર છે. પોતાના માટે સ્વરક્ષણની તાલીમ લેવી જોઈએ, જેમકે કરાટે, કુંન્ફુ, જુડો લેવી જોઈએ, તેને પોતાનો બચાવ તે ખુદ કરી શકે, તેને કોઈ પર આધાર ન રાખવો પડે.

આપણે બધી સ્ત્રીઓ એક થઈશું તું કોઈની તાકાત નથી કે આવી અવ્યવસ્થા ઉભી કરી શકે. તો આપણો દેશ આવી સમસ્યામાં કોઈ જ મદદ કરવાવાળું ન હોય સ્ત્રીને અને ત્યારે સમાજનો વેલ એજ્યુકેટેડ વર્ગ પણ સાવ જુના જમાના જેવી વાતો કરે તો આપણને હાંસી ઉડાડવાનું મન થાય. અને આ લોકોએ શાસ્ત્રોનો ખોટો મતલબની કાળતા થયા છીએ અને વિજ્ઞાન પોતાના સ્વાર્થ માટે વાપરતા થયા છીએ. વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. પણ આપણે કોઈ છોકરીને મારીનાખવામાં કરો. યા તો સ્ત્રીઓને બદનામ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. તો તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરવામાં આવે તો આપણો દેશ વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બની જાય. આપણે ઇન્ટરનેટનો ઉપયોગ યોગ્ય દિશામાં કરવો જોઈએ. સ્ત્રી સ્વાતંત્ર્યના ભાષણો આપવાથી દેશ આગળ નહિ આવે, સ્ત્રીઓની સમસ્યાઓ દૂર કરવા બધાએ સહભાગી થવું પડશે. ત્યારે આપણો દેશ યોગ્ય દિશામાં પ્રગતિ કરશે. અને આપણો દેશ વિશ્વનો બેસ્ટ બનશે.

સ્ત્રી શું છે ? આજ સુધી કોઈ નથી જાણી શક્યું, ખુદ એને બનાવનાર ભગવાન પણ નહીં. આવું ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે. સ્ત્રીના રૂપ કેટલાય છે. પપ્પાના ગુસ્સાથી બચાવતી માતા, સાથે રમીને આજીવન પગ ખેંચતીરહેતી એ બેન, છેલ્લી બેન્ચ પર બેસીને જોવું ગમે એક્રશ (ટોપીક બહારની ચીજ છે પણ વાંચતામાં કોઈ ચહેરો નજર સામે આવી જાય !), તમારી પ્રેમિકા. જેના ખોળામાં માથું મૂકી વાતો કરવી એટલે બધો થાક ભૂલી બીજાજ વિશ્વમાં રહેવુ. એક એવું પાત્ર જે સંબંધનુંભવિષ્ય જાણ્યા વગર તમારી ચિંતા કર્યા વગર આજમાં સાથે રહે. પ્રેમિકા જો પત્નીના બને તો એનો વીરહ આજીવન ખટકે. પોતાનું ઘર છોડીને આજીવન તમારી સાથે રહી મકાનને ઘર બનાવનાર પત્ની ખબર છે ? બાહુબલી જેવી તાકાત રાખનાર પુરુષને પણ જીવનની વિપરીત પરિસ્થિતિઓમાં એક સ્ત્રીની હૂંફજ ખપે છે. ચાના ગલ્લા પર સાથે બેસીને સુખ દુઃખ વહેંચતા મિત્રો જરૂરી છે પણ રાત્રે ઘર આવીને, તમે આવી ગયા ! સામે જોવે તોય આવો મીઠો રણકો કરીને જમવાનું પીરસનાર પત્નીના હોય તો મહેલ પણ ભૂતાવળીયો લાગવા માંડે. ક્યારેક પત્ની પિયર ગઈ હોય તો આ અનુભવ ઘણાય કર્યો જ હશે, મિત્રો સામે ભલે કહી લો આજ તો જલસા છે મેડમ બહાર ગઈ છે. પણ પથારીમાં અનાસયે ઘસાઈ જતા પડખા, અલાર્મ હોવા છતાં સવારે ઊઠવામાં મોડું થાય અને જે બે-પાંચ મિનિટનો વિચાર વાયુ ચડી જાય એ વાતની સાક્ષી પુરાવે છે કે એકલા રહીને મજા માણવાની છપ્પનભોગની થાળીમાં મીઠું નથી.

બધા કિસ્સાઓમાં આવું ન પણ હોય, ક્યાંક હવે ઉઠો. ક્યાં સુધી આમ ઘોરાયા કરશો, દૂધ લેવા જવાનું છે કહીને ઉઠાડતો કુદરતી અલાર્મ પણ હોય. ખેર અપવાદ તો બધે જ હોય. દીકરી આનેકેમ ભુલાય ? આવતામાં જ પપ્પા પપ્પા કહીને, ચાલો બહાર લઈ જાઓ એમ કરતા ગળે વળગતી દીકરીના દેખાય તો પેલા છપ્પનભોગની થાળીમાં મીઠાની ગેરહાજરીની જેમ સાથે આ સાકરની મીઠાશ પણ ભળી જાય. મારા પોતાના પપ્પાના શબ્દો છે આવતા મારી ઢીંગલી ઘરમાંના દેખાતી તો પહેલી ખબર તારી મમ્મીની લેવાતી, આ સમયે કેમ રમવા મોકલી ? ખબર છે અમારે બહાર જવું હોય આવતામાં નાનપણમાં મમ્મી ખીજાય ત્યારે તો પપ્પા ભેર લેતાં. ત્યારે મમ્મી કહેતી માથેના ચડાવો સાસરે મોકલવાની છે, પપ્પા કહેતા મારે ક્યાં મોકલવી જછે ને મોકલીશ તો હું સાથે જઈશ સૌથી મોટું દાન કરવાનો હક્ક પણ તમને આંગણામાં રમતું આ ફૂલ જઆપે છે. ક્યારેય જાહેરમાં રડતા ન દેખાયેલા પુરુષ ભર્યા સમાજમાં, કૅમેરાના શૂટિંગ વચ્ચે દીકરીને ગળે વળગાડીને રડતો જોવા મળે છે.

વાત નીકળી જ છે તો વહુરાણી કેમ બાકાત રાખવા આ ચર્ચામાં ! દીકરાના બાપ હોવાનું એના જન્મ પછી બીજી વારનું અભિમાન ક્યારે થાય ખબર ? અડધા ગામની જાન લઈને વાજતે ગાજતે જાવ વેવાઈ ફૂલના હાર સાથે સ્વાગતમાં ઊભેલા દેખાય તો ફરી એકવાર છપ્પનની છાતી ફુલી જાય. આવતાંમાં મમ્મી પપ્પા કહી બધાને પોતાના બનાવી લેતી વહુ દીકરીની ખોટ પૂરી દે છે સાસુમા ક્યાં ભુલાય એમ છે. પોખવાની વિધિથી જએમના હાથનો ભાર ખબર પડી જાય, જમાઈ રાજાની સરભરામાં સહેજ પણ કચાસ ન રાખે. કહી શકાય અહીંયા પાણી માગો તો દૂધની સાથે ખાંડ, ચોખા મિક્ષ કરીને ખીર પીરસાય. એમના ફૂલને આજીવન સાચવનાર હીરો જડી ગયો હોય. (જેને અપવાદ હોય એને વાવાઝોડું વાંચી લેવું), હક્કથી ચોરી કરીને લેનારા તમારા સાળી બા પણ આજ લિસ્ટમાં આવે. ખેર આવા ઘણા રૂપ છે પણ જ્યાં વાત સ્ત્રીને સમજવાની આવે ત્યાં ઘણાને મગજમાં કોયડા ઉભા થઈ જાય.

સમજવું પડે કે સમજાવવું પડે એવું છે શું આ જીવમાં ? એને પણ ભગવાન જ ઘડી, તમને પણ ભગવાને જ ઘડ્યા. શારીરિક શક્તિ તમને આપી તો વેદનાને વાચા ન આપી સહન કરવાની માનસિક શક્તિ એને આપી. તમારા એક અંશમાંથી નવ નવ મહિના પોતાનો લોહીને લાગણી સીંચીને તમારા વંશને સાચવવાની અદ્વિતીય તાકાત એને આપી. એને તમારી પાસે ક્યાં કઈ વધુ જોઈએ છે, બસ થોડી હૂંફ, લાગણી ભર્યા શબ્દોનો સથવારો. ક્યારેક સવારે નીકળતા પહેલા લાવ મારું ટિફિન કહો છો એની સાથે કપાળ વ્હાલથી ચૂમી આવજે કહી તો જોજો. એનું સ્મિત તમને આખો દિવસ યાદ રહેશે. એમ પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં તમે ગમે તેવા કામ વચ્ચે સમય કાઢી લો છો. તો એકાદ વ્હાલ ભર્યો મેસેજ તમારી પત્ની કરી લેવાય. સાંજના જમવામાં એકાદ નવી ડીશ દેખા દે તો નવાઈ ના લગાડતા. પણ આ સહનશકિતની મૂર્તિની પણ ક્યારેક લિમિટ આવે. ભૂલ્યા વગર યાદ રાખવું નવ મહિના પેટમાં રાખી પેટ ચીરીને કાળજું પણ કાઢી જ શકે. ખુલ્લી ધમકી નથી પણ સમજવા જેવું છે,  ફેસબુક, વ્હોટસએપ પર પરાઈ અમાનત સાથે હાઈ હેલ્લો કેમ કરો છો ?

ગમે તેટલું કરી લો, એ ક્ષણિક આનંદ આપશે, આજીવન સંતોષ નહી. એના કરતાં એજ ટેરવાની રમત લાગણી સાથે જોડી બાજુમાં બેસીને પત્નીને કહી જુઓ. ગોળગોળ સ્માઈલીની જગ્યાએ હોઠ પર સમાયના એટલું સ્મિત રૂબરૂમાં જોવાનો લ્હાવો મળશે. ક્યારેય શબ્દોના ખૂટે જેને વર્ણવવા એવો વિષય છે સ્ત્રી. જેને સમજવા જશો તો ગ્રંથ લાગશે પણ એની સાથે જીવશોને તો વસંત લાગશે. જીવી જાણો એની સંગત,બાકી સમજવા માટે જિંદગી ઘણા અનુભવોના પરચા આપતી જ રહે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational