ROSHANI JOSHI

Inspirational

3.8  

ROSHANI JOSHI

Inspirational

જીવન

જીવન

1 min
315


જીવન એક એવો શબ્દ જે ઉચ્ચારવામાં ટુંકો છે પણ અસલ જીંદગીમાં ઘણો મોટો છે. જીંદગીમાં જીવનને જીવવું પડે એવુ લોકો કહે છે. અમુક લોકો કહે છે કે જીવન જીવવુ સરળ છે પણ અમુક લોકો એમ માને છે કે જીવન જીવવુ બહુ અઘરૂ છે. શું છે આ જીવન અને કેવુ છે ? આવો પ્રશ્ન થાય તે સંભવિત છે.

જીવન જીંદગીનો પાયો છે જેના દ્વારા આ પૃથ્વી પર મનુષ્ય જીવી રહ્યો છે પણ મારા મતે જીવન એટલે ભગવાને આપેલી ભેટ છે. અને આ જીવન મા સારા કમઁ કરવાથી, કોઈના ચહેરા પર ખુશી લાવવાથી,જતુ કરવાની ભાવનાથી આપણને જીવનમાં ખુશીઓ મળે છે. 

ભગવાને જે વસ્તુ આપણને આપી છે તે અમુલ્ય છે. તેનો સદ્ઉપયોગ કરતા શીખવું એ આપણી જવાબદારી છે.

અમુક લોકો ટેન્શનમાં પોતાનુ જીવન ટૂંકાવે છે. અને અમુક બીજાને પણ મોત ને ઘાટ ઉતારે છે. તો આવી વસ્તુ તદ્દન ખોટી છે. જે પ્રશ્નથી મનુષ્યના મગજમાં ટેન્શન ઉદ્ભવે છે તો તે પ્રશ્નનો શાંતિથી વિચારી ને કે કોઈની મદદથી ઉકેલ મેળવી શકાય છે. છતાં પણ લોકો સમજતા નથી અને મોત ને ભેટે છે. 

ભગવાને આપણને જીંદગી એકવાર આપી છેતો તેને મોજથી જીવવી એ આપણા પર આધારિત છે નહીં કે કોઈ બીજા પર. આથી જ તો એક ઝૂંપડીમાં રહેતો વ્યક્તિ પોતાના વિચારોને કારણે ખુશીથી રહી શકે છે.તો આપણે કેમ નઇ ? આ પ્રશ્ન પોતાના મગજમાં લાવી અને આપણા જીવનને ખુશીઓથી જીવવાની જવાબદારી તમારી ને મારી રહી.


Rate this content
Log in

More gujarati story from ROSHANI JOSHI

Similar gujarati story from Inspirational