Haresh Mulchandani

Inspirational

4.3  

Haresh Mulchandani

Inspirational

જીવન એક અહેસાસ

જીવન એક અહેસાસ

5 mins
610


મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. એતો બધા જાણે છે. પણ મનુષ્ય એક એવું પ્રાણી છે, કે જેને ઇશ્ચરે ગમે તેટલું આપ્યું છે પણ તેમાં સંતોષ નથી રહેતો. પ્રાણીઓમાં સૌથી વધુ સંતોષ કૂતરાઓમાં હોય છે, તેટલે જ તેનો માલિક તેને અડધો રોટલો આપે તોય તે ખાઈને સંતોષ માનીને વફાદારી કરે છે. આમ મનુષ્યનું જીવન એક પ્રાણી કરતા પણ ખરાબ બની ગયું છે.

આજે દરેક વ્યક્તિને જીવન જીવવાના અલગ અલગ શોખ છે. દરેક માણસ ને પોતાના જીવન માટે કંઇક કરવું છે. પણ દરેક માણસની યથાશક્તિ જુદી જુદી હોય છે અને દરેક માણસના વિચાર પણ અલગ અલગ હોય છે. જે માણસ આજે સમજીને સારું વિચારીને આયોજન કરીને જીંદગીમાં એક ડગલું આગળ વધે છે તેને એટલો વાંધો નથી આવતો, જેટલું માણસ વિચાર્યા વગર આગળ વધે. અમુક માણસ એવા છે કે જેને જીવનના બધા મોજશોખ પૂરા કરવા છે જેના માટે તેેને પરિણામની કોઈ ચિંતા થતી નથી. પરંતુ અમુક માણસ એવા છે જેને પરિણામની જરા પણ ચિંતા ન હોય તો પણ એમના મોજશોખ પૂરા કરવા માટે ગમે તે હદે જઈ ને એનું ધાર્યું કરીને જ રહે છે. જેને કોઈના કહેવાથી કે બોલવાથી કંઇજ ફરક નથી પડતો.

મનુષ્ય આ ધરતી પર જનમ લે છે, તેની પાછળ કંઇક મોટું કારણ હોય જ છે, જયાં સુધી એ કારણ પૂરું ના થાય ત્યાં સુધી આ મનુષ્યને આ માનવરૂપી સંસારમાંથી મુક્તિ નથી મળતી. આ દુનિયામાં દરેક માણસના પોતાના હાથમાં છે કે એમણે પોતાનું સરસ મજાનું જીવન પ્રભુ એ આપ્યું છે તે કેવી રીતે સાર્થક બનાવવું. હવે પેલાં આપણે થોડું આપણું બાળપણ યાદ કરીએ તો કેવું લાગે એ મજાનું જીવન બધા આપણને જ યાદ કરે, નાના હોઈએ એટલે બધા ને સારા લાગીએ બધાને આપણું મીઠું બોલવાનું, જોડે રમવાનું, જોડે હરવા-ફરવાનું, જોડે વાતો કરવાનું, થોડી મસ્તી તો થોડી મોજ, આમજ કંઇક ને કંઇક કરતા રહેતા તો પણ બધાને ગમતા, કોઈ પણ આવીને કશું કે તોય ફરક ના પડે.એવું જીવન કે જેની જેટલી વાતો કરીએ એટલું ઓછું છે. કયારેય એવુંજ મોટા થયા પછી જીવવા મળ્યું છે કોઈને?? મારા ખ્યાલથી તો એવુ નસીબદાર કોઈ નહીં હોય હાલના કળિયુગ માં. આજે બાળપણ માં જે કર્યું એવું મોટા થઈને કરશો તો લોકો કહેશે આનામાં હજી બાળબુદ્ધિ છે. આજનો માનવ એટલું વિચારે છે કે એના જીવનમાં એક એક પગલું તે એટલું સારસંભાળ થી લે છે, કે એને જીવન માં કોઈ તકલીફ ના પડે, પણ કહેવાય છે ને સાહસ વિના સિદ્ધિ નથી અને કોઈ પણ સિદ્ધિ મેળવવા સાહસ કરવું જરૂરી છે.

આજે દરેક માનવી પોતાના જીવન માં આગળ આવા માટે કંઇક ને કંઇક તો કર્યા જ કરતો હોય છે. જેમ કે આપણા જ વચ્ચે રહેલાં સાહસ થી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ પ્રાપ્ત કરનાર, લીમ્કા બુક ઓફ રેકોર્ડ પ્રાપ્ત કરનાર, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પ્રાપ્ત કરનાર, એના જેવા અનેક મોટા રેકૉર્ડ પ્રાપ્ત કરનાર બારડોલી ના એવા મહાન સાગર ઠાકોર એક જીવતું જાગતું ઉદહરણ છે. દરેક ના જીવનમાં તકલીફ તો આવવાની પણ જો તમે એવું વિચારો કે આ એકવાર પતિજવા દો પછી આપણે કઈક કરીએ તો એ સમય જલ્દી નથી આવતો પણ આપણે યાદ રાખવું જોઇએ કે પોતાની જિંદગી મનપસંદ પોતાની રીતનાં જીવવામાં જે મજા છે એવી કયાંય નથી. આજે જે માણસ સાચી જગ્યાએ સાહસ કરે છે એને સિદ્ધિ પ્રાપ્ત થાય જ છે. અને જીવનમાં કયારેય નિષ્ફળ થાવો તો પણ હતાશ થવાની જરૂર નથી તમે પ્રયાસ કરો એજ મોટી વાત છે. ગુજરાતી માં કહેવાય છે ને તમે મનમાં નિર્ણય લઈ લીધો ત્યારથી જ તમારી નવી શરૂઆત થાય છે. 

આજે એવા જ એક મહાનુભાવ ની વાત કરવા જઈ રહ્યો છું. તે માણસ ની વાત કરું તો એક સમયમાં તે ખૂબ જ ધનવાન અને ખુશ હતો એના જીવનમાં કોઈ તકલીફ નતી, ખૂબ જ સફળ વ્યક્તિ જેનું નામ પડે તો લોકો ઓળખી જાય એવા નામચીન વ્યક્તિ તરીકે એની સારી છાપ હતી પણ થોડા સમય પછી અચાનક નસીબ એવું પલટાય છે કે તેની એક ભૂલ એના પર એવી ભારી પડે છે કે એના પાસે ના પોતાનું ઘર હોય છે, ના પૈસા, ના કોઈ સત્તા, ના કહેવા માટે કોઈ પરિવાર છે અંતે એની પાસે કશું જ નથી ખાલી બે જોડી કપડાં સિવાય તો એવા સંજોગોમાં તેની જોડે માત્ર ને માત્ર બેજ રસ્તા વિકલ્પ દેખાતા હતાં કાંતો એ ચાલુ ટ્રેનની નીચે આવીને આપઘાત કરી દે, કાતો એ આખી જિંદગીની નવેસરથી શરૂઆત કરે, હવે આ જિંદગી ની કઠિન કસોટીઑમાં ભગવાન બહુ બધાની પરિક્ષા લે છે કયારે કયા સમયે ભગવાન પરિક્ષા લે છે એ જલ્દી ના દેખાય પણ એ એવી પરિક્ષા હોય કે તેમાં ગમે તેટલા રસ્તા બંધ થઈ જાય પણ એક રસ્તો તો કયાંકથી ભગવાન બતાઈ જ દે. તે માણસે વિચાર્યું હું ભલે ભૂખે મરીશ પણ આત્મહત્યા કરું એવો કાયર નથી. તો એ નીકળી પડે છે, એની નવી મંજિલ તરફ જાય એક એવી દુનિયા કે જયાં કોઈને પણ એ ઓળખતો નથી, ના ખાવાના રૂપિયા, ના રહેવા માટે છત, છતાંય જીવવાનું નક્કી કર્યું એટલે કર્યું. શરૂઆતના દિવસોમાં તો ખાવાનાય વાંધા હતા પણ ધીમે ધીમે કંઇકને કંઇક કરીને તે માણસ હિંમત હાર્યા વગર બધી જ મુશ્કેલીનો સામનો કરીને અત્યારે એક એવું નામ કમાઈ રહ્યો છે કે ભૂલી ગયેલા લોકો હજુ પણ એને બહુ યાદ કરે છે અને જે કોઈ સામે આવી નથી શકતા એ પણ કયાંક ને કયાંક મનમાં યાદ કરે છે. અમુક વર્ષ શરૂઆત ના બહુ જ ખરાબ ગયા, જેના લીધે એને ઘણું બધું ભોગવવાનું આયું અને જીવનમાં કરેલી ભૂલોએ તેને ઘણુંબધું સમજાયું પણ અમુક ભૂલો જીવનમાં એવી હોય છે જે મરતાદમ સુધીએ પીછો નથી છોડતી. જયારે પણ ખરાબ સમય જેને જોયેલો હોય એને જ દુનિયા જોઈ છે એવું કંઈ શકાય. પણ જયારે માણસને પોતાની ભૂલનો અહેસાસ જાતે ના થાય ત્યાં સુધી માણસ કઈ નથી કરી શકતો, પણ ત્યારે ઘણીવાર બહુ મોડું થઇ ગયું હોય છે પછી સમજાય છે એને જો મે પહેલા સાચવી લીધું હોત તો મારી પરિસ્થિતિ કંઇક અલગ જ હોત. જિંદગી આપણને મળેલી અણમોલ ભેટ છે, જેને આપણે કેવી રીતે જીવવી? કેવી રીતે સફળ બનાવવી? એની ચાવી પણ આપણા હાથ માં જ છે. તમારામાં કેટલું સાહસ છે અને એ કયારે કયારે કયા સમય પર વાપરવું એની સમજ જો આવી જાયને બધામાં તો જીવન માં કયારેય પણ કોઈ વસ્તુ નો અફસોસ કે તકલીફ ના પડે કોઈને. અંતે મારે એટલું જ કહેવું છે કે, "કાંઠે બેસી રહે તો તરસ્યા રહેવું પડે અને પાણીમાં ઊતરે તો ડૂબી જવાનો ભય લાગે! પણ પાણી પીવું જ હોય, તરસ છીપાવવી જ હોય તો ઊંડા પાણીમાં ઊતરવાનું સાહસ કરવું પડે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational