જેવું કરો તેવું ભરો
જેવું કરો તેવું ભરો
એક ગામ હતું. ગામમાં એક ગધેડો હતો. ગધેડો ગામના ખેતરમાં ખાવા જાય પણ કોઈ ખાવા ન દે તું. તો બિચારો ગધેડો નિરાશ થઈને ભૂખ્યા પેટે ગામના ભાગોળે જઈને બેસી જતો ત્યાં થોડા દિવસોમાં ગધેડો દુબળો-પાતળો થવા લાગ્યો. એક દિવસ તે જંગલમાંથી જતો હતો ત્યાં તેને એક સિંહની ખાલ મળે છે. તેણે વિચાર્યું કે આ સિંહની ખાલમાં ખેતરમાં જઈ શકું છું કારણકે મારાથી લોકો ખૂબ જ ડરે છે અને કહે છે કે સિંહ આવ્યો હશે.આમ જ થોડા દિવસોમાં ગધેડો મસ્ત તંદુરસ્ત થઈ ગયો આમ દરરોજ ખેતરમાં જતો અને ચારો ચરીને પાછો આવતો ત્યાં એક વ્યક્તિએ વિચાર્યું કે હું સિંહનો ધીરે ધીરે પીછો કરું તો જોયું તો પેલી ખાલમાં ગધેડો હતો. તો બધા ગામે ભેગા થઈને ગધેડાને ખૂબ માર માર્યો ગધેડો ભાગી ગયો.
