એક કહાની
એક કહાની
આંખો લાલ હતી, જાણે કે આખી રાત જાગેલી ન હોઈ, ચહેરો સુન્ન હતો, હસી ગુમ હતી, ગાલો પર સુકાય ગયેલ આંસુ હતા અને મન ક્યાંક ગૂંચવાયેલ હતું. સવાર પડતા રૂમમાં આછું અંજવાળું પથરાયું, પક્ષીઓના ધીમા ધીમા કલરવો મૈત્રીના રૂમમાં સાંભળવા લાગ્યા... યાદોમાં ખોવાયેલી મૈત્રીને એ અહેસાસ પણ ન થયો કે ક્યારે રાતની સવાર પડી ગઈ. એ તો બસ ક્યાંક ખોવાયેલી પલંગના સાઈડમાં છુપાઈને બેઠી હતી. થોડી વાર પછી તેના રૂમનો દરવાજો ખુલ્યો, ને તેને શોધતી શોધતી ને અવાજ લાગડતી તેની મિત્ર સારથી ત્યાં આવી પહોંચી. તે સીધી આવીને મૈત્રી પાસે આવીને નીચે બેસી ગઈ, તે બધું સમજતી હતી ને જાણતી હતી, તો પણ તેને અજાણ્યા બનીને મૈત્રીને પૂછ્યું કે શું થયું છે તેને ?
મૈત્રીને સારથી બને બેસ્ટ ફ્રેન્ડ બને આંખો જોઈને હાલત સમજી લઈ, ખામોશીમાંથી પણ વાત ગોતી લઈ, પણ આજે સારથી કાંઈ સમજી નઇ તે જાણીને મૈત્રીને આશ્ચર્ય થયું. તે કશું ન બોલી બસ સારથી પાસે માફી માંગી, ને ઊભી થઇ આગળ ચાલવા મંડી.
વાત હતી એમ કે મૈત્રીને સારથી ભણે એક જ કોલેજમાં સાથે. મૈત્રી આગળ ભણવા આવી બીજા શહેરમાં અને ત્યાં જ તેને બહેન જેવી મળી બહેનપણી, સાથે બને રહે હરે ફરે, પણ એકબીજાથી ક્યારેય કોઈ વાત ન છુપાવે. હવે વાત એવી બની કે મૈત્રીને થયો પ્રેમ એક છોકરા સાથે, કોઈને પૂછ્યા કર્યા વગર જ પ્રેમ થાય એ જ પ્રેમ ગણાય ને, પણ છોકરાને હતો પ્રેમ સારથીની બહેન સાથે, દોસ્તીને પ્રેમ વચ્ચેનો આછું અંતર સમજવામાં નીવડી નિષ્ફળ મૈત્રી.
છુપ-છુપાયેલા પ્રેમની જાણ સારથીને પણ ન કરી, પણ સારથી બધું સમજતી હતી, તે પણ કાઈ ન બોલી. સારથીને થયું જો પ્રેમ હોત તો મૈત્રી છુપાવત નહીં, આ બાબતમાં મૈત્રીની મિત્રતા કમજોર પડી, થઈ ગઈ તે છોકરાની ને સારથીની બહેનની સગાઈ, દિલ તૂટ્યું મૈત્રીનું, આવ્યો બધો દોષ સારથી પર.
દોસ્તી ભૂલી લડી ઝઘડી તે બસ થોડા દિવસના પોતાના જેવો પણ બીજાના પ્રેમ એટલે કે તે છોકરા માટે, પહોંચી આ વાત પેલાના કાને, સમજાવી મૈત્રીને તેને શાંત મને, કીધું જો પ્રેમ હોત તો બંને ને આવત એક સરખી ફીલિંગ માની હતી મેં દોસ્ત તને, પણ કર્યો હતો મેં પ્રેમ બસ માનસીને, માફ કરજે જો પહોંચાડી ઠેસ મેં તારા દિલને, પણ વગર વાંકે તે પણ તોડ્યું દિલ છે તારી સખી સારથીનું, મને માફ કર કે નહીં એ છે તારી ઈચ્છા પણ ન છોડ સાથ તું મારા લીધે તારી મિત્રનો.
બસ વાત આટલી જ હતી, મિસકોમ્મુનિકેશન એ જ છે સૌથી મોટી બીમારી બોલતા મનુષ્યોની, સારથી કાઈ ન બોલી તેને બસ મૈત્રીનો હાથ પકડ્યો ને કીધું કે ચાલ મને પાણીપુરી ખવડાવ, ને આજે એનું બિલ તારે દેવાનું હો, મૈત્રી સારથીને ગળે મળીને આંખોમાંથી આંશુ લૂછીને પૂછ્યું કે કેમ મારે ? સારથી એ કહ્યું કે મને મારી બહેનપણી પાછી મળી , તો એ બાબત ની ખુશી તને નથી શું ? એટલે મારું બિલ તો તું જ ચૂકવીશ ને...
