Rudra Vivek

Inspirational

2  

Rudra Vivek

Inspirational

એક એવો અનુભવ જે દરેક ને સમજવા જેવો છે

એક એવો અનુભવ જે દરેક ને સમજવા જેવો છે

6 mins
1.7K


થોડા દિવસો પહેલા મારી તબિયત બહુજ ખરાબ થઈ ગઈ હતી, મને એમજ લાગે કે બસ આજ મારો અંતિમ સમય છે, પતી ગયું બધું હવે. તેત્રીસ વર્ષની ઉંમરે બીમારીમાં આવો વિચાર આવ્યો મને, તમે સમજી સકશો કે હું કેટલી હદે એ બીમારીથી કંટાળી ગયો હોઈશ કે મને એવો વિચાર આવ્યો કે બસ હવે ખલાશ..

એક, બે, ચાર, એમ દિવસો પસાર થતા ગયા પણ ઠીક ના થયું, ડોક્ટરો બધાજ રિપોર્ટ કરાવે અને કહે કંઈજ નથી સાલું તોય કેમ આમ, બધુજ નોર્મલ છે રિપોર્ટ મા તોય કેમ આમ? હું પણ કંટાળ્યો હતો, રોજ ગ્લુકોઝ ના ચાર બાટલા ચઢે, રોજ ડોક્ટર પાંચ કે છ ઇંજેક્સન લગાવે, તોય તકલીફ ઓછી ના થાય.

મેં ભગવાનને ખુબ દિલથી પ્રાર્થના કરી હે પ્રભુ ઉઠાવી લે ક્યાં તરાવી દે, હવે સહન નથી થતું.

એ જ રાત્રે મને એમ મનથી અંદરો અંદર અવાજ સંભળાયો, મારી અંતર આત્મા નો અવાજ હતો.

એણે મને ખુબજ ગુસ્સામાં ઘણું બધું કહી દીધું પણ હું સામે કંઈજ કહી ના શક્યો કેમ કે મારી ભૂલ હતી અને મારે સાંભળવુંજ પડે ભૂલ સ્વીકારવીજ પડે, જે થયું એ હું આપને વિસ્તાર થી જાણવું.

એ કહે, પાગલ, ગધેડા, આમ બુમો પાડી ભગવાનને કહે છે કે સહન નથી થતું લઈ લો મને આ બધું શું કહે છે તું ડોબા? તું જે તકલીફ થી પીડાય છે એની પાછળ નું શું કારણ છે એ વિચાર. તું હોસ્પિટલ છું ચિંતા ના કરીશ આ બાવીસમી સદીમાં ડોક્ટર તને જલ્દી શાંતીથી નહીં મરવા દેે. તારે હજુ આ પાપી દુનિયામાં ઘણું જીવવા નું છે. તારે તારી યશોદા જેવી મા, કૃષ્ણ જેવા પિતા, સીતા જેવી પત્ની, ગણેશજી જેવો દિકરો, લક્ષ્મણ જેવો ભાઈ, અને રુકમણી જેવી પત્ની, અને એને પણ ભગવાન દિકરો આપશે. હર પલ જેમ તારી ધડકન ચાલે છે એમ તારા માટે શુભ આશિષો આપતા તારા સગાંવહાલાં જે તને તારાથી પણ વધારે ચાહે છે એમને માટે જીવવા નું છે.

ડોબા..

તે શું કર્યું છે એ વિચાર! હમમમ! ચાલ તને હું બીજી રીતે સમજાવું!

આ ધરતી પર આજથી સો વર્ષ પહેલા કેવું હતું એ ખબર છે? બધુજ સમયસર થતું હતું. ગરમી એના તાપ થી વધારે ના દઝાડે, વરસાદ કોઈ દિવસ અતિવર્ષા ના કરે, ઠંડી કોઈ દવસ કોઈ ના કાળજા ના થીજવે, બધુજ બરાબર ચાલે. માણસો પણ સંતોષી હતા. એમની પાસે જે હતું એનાથી ખુબજ સંતુષ્ટ હતા.

પણ...

જ્યારથી એક બીજાની અદેખાઈ આવી ત્યારથી આ શ્રુષ્ટિ ની દુર્દશા ચાલુ થઈ!

ઓલો ભાઈ મારાથી મોટા મકાનમાં રહે હું પણ એના થી મોટું બનાવું. જમીનોમાં ભાગ પાડવા લાગ્યા. લાકડાના જંગલો ઓછા કોંક્રીટ જંગલો વધવા લાગ્યા. આકાશમાં વિહરતા પંખી ને બદલે ધુમાડા નિકાળતા ઉડતા લોખંડના પંખી માણસોને લઈ ઉડવા લાગ્યા. ઝાડ પર રહેતા પંખી હવે એસીના ડક્ટમાં રહેતા થઈ ગયા. ઝાડ પરથી છલાંગ લગાવી ઉડતા શીખતાં બચ્ચા, સટર માંથી પડી બિલાડી ના નિવાળા બનતા થઈ ગયા. આખા સંસારની પત્તર ઠોકી નાખી છે તમે બધા એ ભેગા મળી ને..!

અને પાછો ભગવાન ને પુછે છે કે..  તે એવું શું કર્યું કે તને આટલી બધી વેદના?

અરે, પોપટ.. હવે તો રિયલમાં પણ પોપટ જોવા નથી મળતા. તારે તારા બાબાને પોપટ બતાવો હોય તો ક્યાં કોઈના ઘરે પાંજરામાં કે પ્રાણી સંગ્રહાલય  ક્યાં પછી શહેરમાં કોઈ જુની પુરાણી બિલ્ડીંગના બખોલામાં ક્યાંક મળી જાય. આવું કેમ એનું કારણ પણ તમે બધાજ!

આજે ભગવાન કેટલા ખુનના આંસુ રડે છે એ ક્યાં કોઈ ને દેખાય છે, બસ પોતાના રોદણાં લઈ ભગવાન પાસે દોડે છે પ્રભુ આમ કરો પ્રભુ તેમ કરો. એ તારો પ્રભુ કેટલો દુઃખી છે એ કોની પાસે જશે એનું દુઃખ લઈને?

આજે તું એક મહિનો નહીં ખાય તો સુકાયને સલેકડી જેવો થઈ જઈશ હાથી માંથી તો વિચાર આટલા વર્ષો થી આ ધરતીમ ના શરીરનું સિંચન એનું જતન કરતા વૃક્ષોનું નિકંદન કરી નાખ્યું તમે તો એ માના શરીરમાં કેટલી વેદના થતી હશે! એય પ્રભુ ને કહે છે હે પ્રભુ કઈ કરો હવે સહન નથી થતું, પછી પ્રભુ પણ કંટાળી ને એક ચાબખો ફેરવે, પછી શું થાય ખબર છે!

છાપામાં આવે આજે ફલાણા દેશમાં ભૂકંપ આવ્યો આટલા હજાર માણસોના મોત.  બસ પછી ભગવાન નો ચાબખો ચાલતો રહે ને લોકો એમને પ્યારા થતા રહે. પ્રભુ બધાની આત્મા ને શાંતિ અર્પે. હવે તુજ કહે કે તારી વેદના મોટી છે કે પ્રભુની, કે પછી આ ધરતીમાની?

અરે, હમણાં થોડા મહિના પહેલાનીજ વાત કરું આપડે બહાર ગામ ગયેલા ત્યારે એક રસ્તે જંગલ આવેલું તને તો ખ્યાલ હશે જ પણ ત્યાં શું થયું એ કોઈ ને ખબર નથી. હું તો અંતર આત્મા છું મને તો ખબરજ છે. તો સાંભળ, એ વખતે એક પક્ષી એક સાઈડથી ઉડી બીજી સાઈડ જતું હતું એના બચ્ચાઓ પાસે સામે આવતી બસ સાથે ટકરાવી મરી ગયું, એના બચ્ચા ભૂખ્યા તરસ્યા માળામાં રાહ જોતા હતા કે હમણાં જમવાનું, પાણી આવશે. પણ સાલું એ પક્ષીનો મૃતદેહએ રસ્તે કલાકો સુધી લોકોની ગાડીઓ નીચે છૂંદાતો રહ્યો, ઓલા બચ્ચા પણ કોઈના પેટની ભૂખ સંતોષવા મા કામ આવી ગયા.

પણ..

એની એ મોત, કે એના બચ્ચા લાપતા થયા એની નોંધ આખી દુનિયાના કોઈ છાપા કે ટીવી કે કોઈ જ માણસોએ નથી લીઘી, ફક્ત પ્રભુને જ ખબર છે અને મારો ભગવાન કેટલું રડ્યો એ મને જ ખબર છે..

હવે તુજ કહે કે, તારી વેદના મોટી કે, એ પક્ષીની કે, પછી મારા પ્રભુની?

બસ આટલું કંઈક થયું નથી કે ભાગ્યા બધા મારા પ્રભુના દ્વારે ઘંટ વગાડવા.. પછી પ્રભુ પણ આપણી પોલીસની જેમજ કરે બધું પિક્ચર પતે પછીજ આવે!

મિત્રો આ બધી વાત મેં બસ મારા મનમાં આવી ને આપની સાથે સેર કરી છે. હું ઘણી વખત રસ્તે જતો હવ ત્યારે પણ ઘણા લોકો ને જોવું છું એમ લાગે કે સાલું બધા મશીન ફરે છે મને ક્યાંય માણસ નથી જડતો! રસ્તે કોઈ ખીસકોલી મરી હોય કે કોઈ પણ પક્ષી કે જાનવર, કોઈને એના શરીર ને ઉઠાવી સાઈડમાં મુકવાનો સમય નથી કોઈ પાસે. એક વખત હું મારી કાર લઈ જતો હતો એ રસ્તો સાંકડો હતો. મિત્રો આ રીઅલ વાત છે કોઈ મજાક નથી અને જે ઉપર બીમારીનું કહ્યું એપણ રીઅલ વાત છે. હા..તો એ સાંકડે રસ્તે ટ્રાફિક ખુબ હતો હું લાઈનમાં આગળ ધીરે ધીરે જતો હતો, એમ થાય કે વચ્ચે ઘુસી આગળ જવ પણ વિચાર આવ્યો કે મારી આગળ વાળા પણ ક્યારના ઉભા છે હું વચ્ચે જઈશ તો સામેથી આવતો ટ્રાફિક રોકાય જશે અને બધું બંધ થશે એમ વિચારી હું લાઈન માં રહ્યો. પણ સાલું આપણા દેશના મહાન નાગરિકો જે સ્કૂટર, બાઇક, એક્ટિવા, ચલાવે એ તો બધા રાજા હોય તેમ આમ તેમ ઘુસી આગળ જઈ જઈ ઉભા થઈ જાય જાણે એમના માટે કોઈ સુંદર સ્ત્રી આરતી લઈ ઉભી હોય રાહ દેખી અને ટ્રાફિક વધારે જામ કરે. એવામાં મને ગુસ્સો આવ્યો મેં કારની બારી ખોલી એક બાઈક પર સવાર કાકાને કહ્યું કે,"કાકા આપ તો મોટા વડીલ સમજુ માણસ છો કેમ આમ કરો છો લાઈન મા રહો પ્લીઝ" મિત્રો એ કાકાએ મને જે જવાબ આપ્યો એ સાંભળી આમ હસવું આવે, અને ગુસ્સો પણ આવે. પણ મેં મારું મગજ શાંત રાખી બારી બંધ કરી બેસી ગયો. એ કાકા કહે મને કે,મેં તને કીધું હતું કે આટલી મોટી ગાડી લે તું? હવે મને થયું કે સાલું મેં એ કાકા જોડેથી ઉછીના લઈ આ ગાડી ખરીદી છે, હવે મિત્રો તમેજ કહો કે મારી જગ્યાએ આપ હોવ તો એ કાકા નું તમે શું કરો?  આ તો એક કાકાની વાત છે આવા ઘણા કાકા અને ભાઈઓ જુવાનિયાઓ પણ હોય છે જે લોકો રસ્તાને તો જાણે એમના બાપાની જાગીર સમજી ગાડીઓ બેફામ ચલાવે અને પોતે તો ના મરે પણ બીજા કોઈને મારી જાય. હું આ જ કારણથી મારા ઘરની કોઈ લેડીઝને સાધન નથી સીખવાડતો કે સાલું કોઈ સામેથી ઉડાવી દે, અને મારી અમુક મહાન બહેનો પણ એવી હોય છે કે એય છોકરાઓની જેમ ગાડીઓ ચલાવવા જાયને કોઈને ઉડાવી દે પછીએ પડે એટલે એના ભાઈઓ રેડી હોય ઉભી કરવા એને. વાંક ઓલીનો હોય તોય સામે વારો વગર વાંકે ધોવાય જાય બચારો. બસ મિત્રો તમને એટલું જ કહેવા નું કે આપડી આ ધરતી માનું સિંચન કરો અને દુનિયામાંથી જે માણસાઈ ખોવાય રહી છે એને અટકાવવું ખુબજ જરૂરી છે. સમજો વિચારો બીજાને પણ સમજાવો. સુધરો હવે થોડા માણસ બનો, બાકી હવે પાંજરામાં જાનવરો તો છે જ હવે માણસોને પણ લોકો પાંજરામાં જોવા જશે!

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational