દત્તક
દત્તક
ઘરેથી ઓફિસે જવા નીકળેલો નિહાલ ઓફિસે જવાને બદલે બગીચામાં જઈ ચડે છે. કોઇ દિવસ એ બગીચામાં જાય નહીને ને આજે? એ વ્યક્તિને બગીચામાં જોઇને બગીચાના પંખી ખુશીથી મોટે મોટેથી કલરવ કરવા લાગ્યા. જાણે એ એમની ખુશી વ્યક્ત ન કરી રહ્યા હોય. કરમાયેલા ફુલો ફરી ઊગી નીકળીય પણ નિહાલની હાલત તો જાણે બગીચામાં કરમાયેલા ફૂલ જેવી હતી. બગીચામાં ચાલતો ચાલતો એક ખુણામાં રાખેલા બાકડા પર કોઇ નિર્જીવ પડ્યું હોય એમ એ બેસી જાય છે. નિહાલ એના વિચારોમાં એટલો વ્યસ્ત હતો કે આજુબાજુ શું થાય છે એનું પણ ભાન નહોતું.
મનમાં ને મનમાં બસ એક જ વિચાર ચાલતો હતો હવે 'શું કરું?, મમ્મી પાપ્પા માનશે ખરા?' બસ એ જવાલ નિહાલને મુજવી રહ્યો છે. આખરે ત્રીસેક મિનિટ બેસીને પછી માંડ માંડ હિંમત કરીને ઊભો તો થઈ ગયો પણ તેનાથી એક ડગલું પણ ચલાતુ નથી. આખરે માંડ માંડ કરીને કોઇને પૂછીને ડગલાં ભરતો હોય તેમ ચાલતો થયો. બગીચામાંથી નીકળીને વુધ્ધાશ્રમ તરફ નીકળી જાય છે પણ રસ્તામાં પાછા બીજા સવાલ ઊભા થયા પપ્પાને શું કહીશ? પપ્પા ન માને તો? વિચારોમાં ને વિચારોમાં વુધ્ધાશ્રમ ક્યારે આવી ગયું ખબર જ ન પડી.
કોઇ દસ દિવસની માંદગી માંથી ઊભા થઈને ચાલતુ હોય એમ નિહાલ ચાલતો ચાલતો વુધ્ધાશ્રમમાં પપ્પાની રૂમના દરવાજે પહોંચી જાઇ છે. દરવાજો ખુલ્લો જ હતો એટલે અંદર જઇને બોલવા જાય છે ત્યાં તો ગળે ડૂમો બાજી જાય છે ને કંઈ બોલાતુ જ નથી. નિહાલના પપ્પા નિહાલને જોતા જ બોલે છે; “શું થયું નિહાલ? શું થયું નિહાલ બેટા?’
નિહાલ તો કંઇ સાંભળ તો જ નથી જાણે બેભાન હોય એમ ઊભો રહી ગયો. નિહાલના પપ્પા નિહાલ પાસે આવીને પૂછે છે; ‘શું થયું નિહાલ?’ નિહાલ ભાનમાં આવતા જ બોલવાનું એકબાજુ જ રહી જાય છે અને આંખ માંથી આંસુ વહેવા લાગે છે. નિહાલના પપ્પા તો થોડીક વાર તો વિચારમાં પડી ગયા નિહાલને શું થયું? નિહાલને માંડ માંડ સ્વસ્થ થઈને વાત કરવાનો પ્રયત્ન કર્યો.
નિહાલઃ તમે ઘરે ચાલો, તમને લેવા આવ્યો છું.
નિહાલના પપ્પાઃ કેમ શું થયું, કેમ અમને લેવા આવ્યો?
નિહાલઃ તમે પેલા ઘરે તો આવો, તમને બધી જ વાત કરું.
નિહાલના પપ્પાઃ અમે તો અહીં ખુશ જ છીએ અને એવું તે શું કામ છે કે તું ઘરે લેવા આવ્યો છો?
નિહાલઃ મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ છે તમે તો મને માફ કરી દેશો પણ ભગવાન મને કોઈ દિવસ માફ નહીં કરે.
નિહાલના પપ્પાઃ એવી તે શું ભૂલ કરી છે કે ભગવાન પણ માફ નહિ કરે નિહાલ?
નિહાલઃ એટલે તો કહું છું કે તમે ઘરે આવો હું બધી જ વાત કરી શકું તમને.
નિહાલના પપ્પાઃ બેટા એવી વાત છે તો ચાલ ઘરે જઈએ.
માંડ માંડ કરીને મનાવીને ઘરે લાવવા માટે તૈયાર તો કર્યા. નિહાલ રસ્તામાં વિચાર કરતો હતો ભલે મેં મમ્મી પપ્પાને તો મનાવી લીધા. હવે એનાથી ખૂબ જ અઘરું કામ હતું મારી પત્ની મિત્રાને કેમ સમજાવીશ. જે થાઇ એ જોયું જાશે હવે બોવ થયું, નહી માને તો આજે તો સાચે સાચું કહી દેવું જ છે મિત્રાને.
નિહાલની સાથે મમ્મી પપ્પાને જોઈને તો મિત્રા શું આ કોઈ સપનું જોઈ રહી હોય છે. પણ આ હકીકત હતું અને થોડીક વાર તો બેભાન જેવી હાલત થઈ ગઈ. મિત્રા થોડીકવાર કાંઇ ના બોલી. પછી એકાએક મિત્રા નિહાલ જોડે ઝગડો કરવા લાગી.
મિત્રા નિહાલને કહેવા લાગી, ‘આ કચરાને શું કામ અહીં લાવ્યા? જાવ પાછા ફેંકી આવો આ કચરાને.’ નિહાલ ચુપચાપ બધું જ સાંભળીને કંઈ જ બોલતો નથી. નિહાલથી તો માંડ માંડ એટલું જ બોલી શક્યો; ‘એ કચરો નથી અને એ અહીં જ રહેશે.’ એટલું બોલતાં બોલતાં જાણે વર્ષોથી છુપાવીને રાખેલા આંસુને બહાર આવી જાય છે.
નિહાલ થોડોક સ્વસ્થ થઈને બોલ્યો; ‘ભલે આપણે ઘરનાં ઝગડાનું બહાનું આપીને મેં વુધ્ધાશ્રમમાં મુકવા ગયો તો પણ હવે એ આપણી જ સાથે રહેશે.’
મિત્રાઃ જાવ ગમે તે કરો, આ ઘરમાં આ કચરો જોઇએ જ નહીં.
નિહાલઃ એ કચરોનો નથી, એ તો મારા ભગવાન છે તુ એને કેમ કચરો કહે છે? અને આવું તારાથી બોલાય જ કેમ?
મિત્રાઃ કચરો જ કહુ ને બીજું શું કહુ, તું જ કેને શું કહું?
નિહાલઃ હવે બોવ થયું મિત્રા બસ કર હવે, એ કચરો નથી તને કેવી રીતે સમજાવું?
મિત્રાઃ મારે કાંઇ જ નથી સાંભળવુ હવે, તું આ કચરાને ફેંકયાવો.
નિહાલઃ એ કચરો નથી મિત્રા આપણે તો ખરેખર કોઇ વસ્તુનો ઉપયોગ થઈ જાય એટલે ફેકી દઇએ છીએ એવું જ આપણે આપણા માતાપિતાની સાથે કરવાનું!! આપણે અહીં સુધી પહોંચ્વા માટે માતાપિતાનો ઉપયોગ કરયો અને આવી આલત આપણે કરીયે છીયે એની.
મિત્રાઃ મારે તારી એક પણ વાત નથી સાંભળવી મારે આ કચરો અહીં નો જોઇએ તારે જે કરવું હોય તે કર. નિહાલઃ (મોટા અવાજથી) હવે બસ મિત્રા બોવ થયું હવે તારુ. (નિહાલ ઊભો થઈને રૂમમાંથી એક કાગળ લઈ આવે છે.) મિત્રાને થાય છે આ શેનો કાગળ છે?
નિહાલ (મિત્રાને કાગળ આપતાં) લે આ જો મિત્રા, કાલે હું પપ્પાના રૂમમાં મારે કામના કાગળ લેવા ગયો તો આ મળ્યું અને આખી રાત નીંદર જ ન આવી. હવે તું જ જોઇ લે ને! જેને કચરો કહીયે છીયે એણે તો મને દત્તક લીધો છે, તને હજુ કેટલી સમજાવું આટલું બોલતાં બોલતાં ગળે ડૂમો બાજી જાય છે આગળ બોલવું છે પણ બોલી શક્યો નઇ. થોડુક પાણી પીઇને પાછું બોલવાનુ શરૂ કરે છે.
મિત્રા મને દત્તક લીધો છે મારા જ લીધે સમાજના લોકો નથી બોલતાં, મારા કાકા પણ નથી બોલતાં. પપ્પા ઇચ્છતા હોત ને તો આજે પોતાના દસ છોકરા હોત પણ એણે નક્કી જ કર્યું હતું કે મારે બે છોકરાને દત્તક લેવા છે પણ એક જ છોકરો દત્તક લીધો કારણે મારા મમ્મીનું માતૃત્વ મળે એટલે માટે પછી નક્કી કર્યુ કે જો છોકરીનો જન્મ થાઇ તો છોકરાને, છોકરાનો જન્મ થાઇ તો છોકરીને દત્તક લેશું.
“મિત્રા નિહાલ આવા લોકો માટે કેમ હું બોલું શબ્દ નથી મળતા." મિત્રા આટલું જ માંડ માંડ બોલાય છે અને રડવા લાગી અને મમ્મી પપ્પાની માફી માગી, “માફ કરજો મને, મેં ન કહેવાના શાબ્દો કીધા. તમારે હવે ક્યાં જાવાની જરૂર નથી, તમે અહીં ખૂબ જ ખુશીથી રેહજો.”
નોંધ :- અહીં માતાપિતાને કચરો કહ્યા છે જે માટે કોઇને ખોટું લાગે તો માફ કરજો. કચરો લખતી વખતે ભલે આંશુ ન આવ્યા હોય પણ દીલ ભીંજાઇ ગયું છે મારું.
