દિવ્યાંગતા નથી અભિશાપ
દિવ્યાંગતા નથી અભિશાપ
એક નાનકડાં ગામમાં મનજીભાઈ તેમનાં પત્ની તેમની બે દિકરીઓ અને ઘરડાંમાં-બાપ સાથે ખેતીકામ કરી જીવન ગુજારતાં. તેમનાં પત્ની રૂખીબહેન બે દિકરીઓની દેખરેખ સાથે થોડા ઢોર-ઢાંખર પણ રાખે. મોટી દિકરી કિરણ ભણવામાં ખૂબ જ હોંશિયાર એટલે પિતા મનજીભાઈ પણ તે ભણીને મોટી અફસર બને એવી ઇચ્છા રાખતાં. તેમણે પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કિરણને સરકારી શાળામાં મૂકી.
એક દિવસે શહેરમાં પોતાના સ્વજનને ત્યાં લગ્ન પ્રસંગે કિરણ રજાના દિવસે બા-દાદાની સાથે જઈ અને રીક્ષામાં પરત ફરી રહી હતી ત્યારે ટ્રક સાથે ભયંકર અકસ્માત થયો. રિક્ષામાં બેઠેલા મોટાભાગના મુસાફરો મૃત્યુ પામ્યા જેમાં તેના બા-દાદા પણ મૃત્યુ પામ્યા અને કિરણના પગ રીક્ષામાં ફસાઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલી હતી. બે-ત્રણ મહિનાની ડોક્ટરોની દેખરેખ અને મનજીભાઈની બચતની મુડી ખર્ચી કાઢ્યા પછી કિરણનો માત્ર એકજ પગ બચાવી શકાયો હતો. હવે તે દિવ્યાંગ હતી. માતા-પિતા અને દીકરીનો એક પગ ખોયા પછી મનજીભાઈ ભાંગી ગયા હતા.
કિરણ એ આ જલ્દી સ્વીકારી લીધું હતું ,કિરણ પહેલાં કરતાં પણ વધુ ઉત્સાહ સાથે હાથઘોડીના સહારે પોતાના દૈનિક કાર્યો તેમજ અભ્
યાસ કાર્ય ચાલુ કરી દીધું.
આમ કરતા કિરણ અભ્યાસમાં પણ પ્રગતિ કરતાં કરતાં ધોરણ દસમાં આવી. ઘણાં સાથી મિત્રો તેની દિવ્યાંગતાની મજાક પણ કરતાં.
એક દિવસ શાળાના કાર્યક્રમમાં કલેકટર સાહેબને આમંત્રણ હોવાંથી તેમની આગતાસ્વાગતા અને મહેમાનગતિથી કિરણ અભિભૂત થઇ ગઇ. તેમનાં ગયાં પછી તેને શિક્ષિકાબેનને ઘણાં પ્રશ્નો તેમનાં વિશે કર્યા અને તેવું બનવા શું કરવું તે માર્ગદર્શન મેળવ્યું.હવે તેનાં મનમાં એક મજબૂત ઈરાદો હતો. બોર્ડમાં જિલ્લામાં પ્રથમ આવી આગળ બારમાંમાં પણ મહેનત કરી સારા ટકા લાવી.
કોલેજમાં અભ્યાસ સાથે ઘરને ટેકારૂપ થવા ટ્યુશન કરાવી યુપીએસસીની પરિક્ષાની તૈયારીઓ શરૂ કરી. કોલેજમાં પ્રથમ ક્રમે પાસ થઇ સંપૂર્ણ ધ્યાન યુપીએસસી પરિક્ષામાં આપ્યું અને પ્રથમ પ્રયાસે જ દિવ્યાંગ કિરણે પરિક્ષા પાસ કરી કલેકટર તરીકે નવી રૂઆબદાર નોકરીની શરૂઆત કરી. કેટકેટલાય સંઘર્ષો પછી પોતાનું સપનું પૂરું થયું. પોતાનું નામ રોશન થયેલું જોઈ તેના માતા પિતાની આંખોમાં ઝળહળીયા આવી ગયાં અને ગરીબ પરિવારની દિકરીને અફસર બનેલી જોઈ બોલાઈ ગયું કે, "દિવ્યાંગતા અભિશાપ નથી,મન મક્કમ હોય તો આશીર્વાદ જ છે"