દેહની કદર
દેહની કદર
કદર કરી લે કાળા માથાના માનવી આ અમૂલ્ય દેહની,
નહીં તો પછી નથી મળવાની પળ તને સુધરવાની.
અરે વિનય તું ક્યાં ખોવાઈ ગયો છે હું કયારનો તારી સાથે વાતો કરું છું ને તું ખાલી માથું ધુણાવ્યા કરે છે કાંઈ ફોડ પાડીને સમજાવીશ મને,ના બસ એ તો જુવાનીના દિવસો વાગોળી રહ્યો હતો.
અમીત તને યાદ છે આપણે શાળામાં હતા ત્યારે થોડા પૈસામાં કેવી ઉજાણી કરતા ને હોટલમાં જો જમવા ગયા હોય તો દોસ્તોમાં જાણે આપણો ઠાઠ પડતો,પણ આજકાલ તો ઘર કરતા બહાર ખાવા પીવાનું એટલું વધી ગયું છે કે ઘરનું જમવાનું ક્યારેક વધારે ભાવે છે.
મને એમ વિચાર આવે છે કે આજની પેઢીનું ભવિષ્ય શું ? આ મહામૂલય શરીરની સંભાળ નહીં રાખે તો રોગનો દાવાનળ તેમના શરીરને અને પૈસેટકે પણ પાયમાલ કરી નાખશે.
વિનય તારી વાત સાચી છે દોસ્ત પણ આ પેઢીને નથી સંબંધોની કદર કે નથી વડીલોની. આ લોકો બસ બનાવટી દુનિયામાં રચ્યા પચ્યા રહે છે.હા એક વાત છે કે બીજાની જિંદગીની પંચાત કરવામાં તેઓને કોઈ જાતનો રસ નથી હોતો.
ચાલ આપણે પણ હવે આપણી જિંદગી બેફિકરાઈથી જીવીએ ઘણું સાંભળી લીધું ને ઘણું સંભળાવી દીધું,હવે શોખ જે મનમાં ધરબાવી દીધાં હતાં વર્ષોથી, તેને પાછા જિંદગીની કેડી પર પુષ્પોથી હસતે મોઢે વધાવીએ.
