દાસનો દાસ
દાસનો દાસ
શ્યામ પ્રભુનું ભજન કરીને,
જીવન સફળ કરવું છે.
ગુરૂજનોનો સંગ કરીને,
જ્ઞાનનો મહિમા ગાવો છે.
માળા તિલક ધારણ કરીને,
સાચા વૈષ્ણવ બનવું છે.
ભક્તિ રસનું પાન કરીને,
સત્સંગ દેશમાં વસવુ છે.
પુષ્ટિ પતાકા લહેરાવીને,
વલ્લભ પ્રભુને વરવું છે.
અષ્ઠ સખાઓના કિર્તન ગાઈને,
પ્રભુને પ્રફુલ્લીત કરવા છે.
ગિરિરાજ પરિકમ્મા કરીને,
વૃજરજમાં આળોટવું છે.
બાળ લીલાનુ ગાન કરીને,
શ્યામ સખા મારે બનવું છે.
શ્યામ શરણમાં શીશ નમાવી,
ભવ સાગર મારે તરવુંં છે.
"મુરલી" નાદનું શ્રવણ કરીને,
દાસોના દાસ મારે બનવું છે.
