ચુંબકીય ઊર્જા
ચુંબકીય ઊર્જા
ચુંબકીયનો અર્થ આપણે એવો કરી શકીએ સીધો સંપર્ક ! આ અનુભવ મને યોગના એક પ્રયોગ દ્વારા થયો જેમ યોગનો અર્થ જોડવું થાય. તેમ ચુંબકીયનો અર્થ સીધો સંપર્ક જેમ યોગ આપણને સ્વસ્થ રાખે તેમ ચુંબકીય ઊર્જા આપણને પોઝીટીવ બનવે. ચુંબકીય ઊર્જા અને યોગ એકબીજાના પૂરક જેવા જ હમણાં અમારા સવારના ૫:૩૦થી૬:૪૫ના પ્રભુ ઉપવનમાં ચાલતા પતંજલિ યોગ ક્લાસમાં અમારા ગુરૂના સાનિધ્યમાં 'ત્રાટક'નો પ્રયોગ કર્યો ત્યારે ચુંબકીય ઊર્જા નો અનુભવ થયો ત્રાટક એટલે કોઇ એક બિંદુ, કોઇ એક દિવાની જ્યોત કે કોઈ મૂર્તિને આંખના પલકારા માર્યા વગર એકીટશે જોયા કરવાની પ્રક્રિયા, પ્રભુ ઉપવન એટલે બ્રહ્માકુમારી રાજયોગ સેન્ટર છે.એટલે ત્યાં રેડ કલરનું મધ્યબિંદુ આપેલું છે. તેની સામે જોઈને આ પ્રયોગ કર્યો આ ક્રિયામાં આંખમાંથી આંસુ પણ ટપકવા લાગ્યા અને પછી અંતરાત્માને પરમ આનંદ અનુભુતિ થઈ તે અવર્ણનીય ! (સીધો સંપર્ક) ચુંબકીય ઊર્જાનો અનુભવ થયો.
ત્રાટકના અગણિત ફાયદાઓ છે. તેનાથી આંખની ચૂંબકીય ઊર્જામાં વધારો થાય છે. આ ત્રાટક કરવાથી વિચાર પ્રક્રિયા થંભી જતા મનની એકાગ્રતા વધે છે. મનની શક્તિ વધે છે. મન દૃઢ થતાં આત્મવિશ્વાસ વધે છે. સત્વ એટલે કે મનનું બળ વધતા દર્દ સામે લડવાની તાકાત વધે છે. કરેલા સંકલ્પ, સપના સાકાર થાય છે. મન, મસ્તિષ્કની શક્તિ વધારવા, યાદશક્તિ વધારવા, આંતરિક આનંદની ધારા સતત વહાવવા ઈચ્છતી વ્યક્તિઓએ ત્રાટક કરવુ જોઈએ. બધા ત્રાટકમાં સૂર્ય ત્રાટક સર્વોપરી છે. પણ આ ત્રાટક યોગગુરુના માર્ગદર્શન હેઠળ જ કરી શકાય.
તેવી જ રીતે ચુંબકીય ઊર્જા મંદિરમાંથી મળે કેમ કે મંદિરના શિખરો પિરામિડ આકારના ને ઊંચા હોય છે. અને એ આકાશી ઊર્જાના કેન્દ્રો છે. આપણે મંદિરમાં ઉઘાડા પગે જઈએ છે ત્યારે આપણુ શરીર ચુંબકીય ઊર્જા ધરાવતી ભૂમિ સાથે સીધા સંપર્કમાં આવે છે જ્યારે આપણે ભગવાનને બે હાથ જોડીને આંખો બંધ કરી પગે લાગીએ છે ત્યારે ઊર્જા ચક્રો કે ગ્રંથિઓ વધુ સક્રિય થઈ જાય છે. જ્યારે માથું નમાવીએ છે. ત્યારે મૂર્તિમાંથી પરિવર્તિત થતા પૃથ્વી અને આકાશીય તરંગો માથા પર પડે છે અને એ કપાળ પર આવેલા આજ્ઞાચક્ર પર સીધી અસર કરે છે. એનાથી શાંતિ મળે છે અને માણસને સકારાત્મક વિચારો આવે છે જેનાથી વ્યક્તિ હળવાશ અનુભવે છે. મંદિરમાં ક્યારેય નકારાત્મક વિચારો આવતા જ નથી કારણકે ત્યાં હંમેશા સકારાત્મક ચુંબકીય ઊર્જાના તરંગો વહ્યા કરે છે. ખરેખર આપણી ભારતીય સંસ્કૃતિ પુરા વિશ્વમાં સૌથી ઊંચી મહાન છે. એવું માનવું જ પડે.
