બંદુકધારી મહેમાનો
બંદુકધારી મહેમાનો


છેલ્લી સદીના મધ્યકાળમાં મહારાષ્ટ્રના સરહદી વિસ્તારો ચોર અને ડાકુઓથી ભરપુર હતાં. તે ચોર ડાકુઓ નાના નાના ગામડાઓમાંથી ચોરી કરી જતાં. ચોરી કરવા જતાં પહેલા ડાકુઓ દ્વારા ગામના લોકોને ચેતવણી આપવામાં આવતી. કે કોઈ પોલીસ કે સરકારને ખબર કરવી નહિ. અને બધી જ ચીજ્વસ્તુ અને ઘરેણાં ગામના ચોકમાં જ લાવીને મૂકી દેવામાં આવતા.
એમાં એક નામ ડાકુ મખ્ખનસિંહનું પણ હતું. તેની સાથે હંમેશા અનેક ડાકુઓની આખી ટોળી રહેતી હતી. એક વખત મખ્ખનસિંહ અને એક ગામમાં ચોરી કરવાના ઈરાદાથી નીકળ્યાં તે ગામમાં એક માણસ રહેતો હતો. આ બાબુરાવ ખુબ જ બહાદુર હતો. ડાકુના માણસોએ દિવસે જઈને આ બાબુરાવને ચેતવણી આપી કે આજે રાતે તમારા ગામમાં ચોરી કરવા આવવાના છીએ. તો જે કોઈ દાગીના અને મિલકત હોય તે ગામને ચોરે મૂકી દેવી અને પોલીસ કે સરકારને જાન કરવાની ભૂલ ન કરવી.
ડાકુના માણસોની આવી ધમકી સાંભળી બાબુરાવ અને તેમની પત્ની પાર્વતીબાઈ વિચારમાં પડી ગયા. બાબુરાવ તો ઊંડી ચિંતામાં ઘરમાં આમ તેમ આંટા ફેરા કરવા લાગ્યા. પણ બાબુરાવના પત્ની પાર્વતીબાઈ ખુબ જ હોંશિયાર હતાં. ને નક્કી કર્યું કે કોઈપણ સંજોગોમાં ડાકુઓને ચોરી તો નહિ જ કરવા દઉં. બાબુરાવ પણ ગામમાં ગયા અને બધા લોકોને પોતાના ત્યાં ભેગા કરવાનું નક્કી કર્યું. તેમની યોજના એવી હતી કે ડાકુઓ આવે ત્યારે તેમની પર હુમલો કરી દેવો.
આ બાજુ બાબુરાવ ગામમાં ગયા અને ઘરે પાર્વતી બાઈ એકલા હતાં. એટલામાં ઘોડાઓના આવવાનો અવાજ સંભળાયો. પર્વતીબાઈને થોડો ઘબરાટ થયો. પણ આ બાઈ ઘણી બહાદુર હતી. તેને પોતાના આયોજન મુજબ મખ્ખનસિંહને આવકારવા માટે પહેલેથી જ પચાસ જેટલા માણસો માટે જમવાની રસોઈ બનાવી રાખી હતી. જેવા ડાકુઓ આવ્યા પાર્વતીબાઈ એ બહાર જઈને તેમનું સ્વાગત કર્યું. ને ડાકુઓને ખુબ જ નવાઈ લાગી. પાર્વતીબાઈ એ બધાને બેસવા માટે ખટલા ઢાળ્યા. બધાને પાણી પાયું. બધાને ખુબ જ પ્રેમથી જમાડ્યા. અને પછી ઘરમાં જઈ ઘરમાં જેટલા દર દાગીના પડ્યા હતાં તે બધાં જ એક થાળીમાં મૂકી ડાકુઓની સામે લાવીને મૂકી દીધા.
તેણે ડાકુઓને વિનંતી કરી ભાઈઓ તમે બધાં જ દાગીના લઈ જાઓ. પણ આ મંગલસુત્ર એ મારા સુહાગની નિશાની છે. મહેરબાની કરી એ ના લઈ જશો. પણ પાર્વતીબાઈની આવી આગતા સ્વાગતા અને વિનય જોઈને મખ્ખનસિંહનું તો હદય પરિવર્તન થઈ ગયું. તેણે બધાં જ દાગીના પારવતીને પાછા આપ્યા અને કહ્યું, ‘બેન તે અમને ભાઈ કહ્યા છે. અમને જમાડ્યા છે. તારા ઘરમાં અમારાથી ચોરી કેમ થાય. તું આ બધાં જ દાગીના પાછા લઈ જઈને મૂકી દે. આજ પછી અમે તો શું દુનિયાનો કોઈ ડાકુ તારા ઘર તરફ ચોરી કરવાનો વિચાર પણ નહિ કરે.
આમ પાર્વતીબાઈ એ પોતાની બુદ્ધિથી ઘરમાં ચોરી થતાં અટકાવી. એટલું જ નહિ તેમને ડાકુઓને ખોટા કામ કરતાં પણ વાર્યા.