ભાઈ બહેનના હેત
ભાઈ બહેનના હેત
એક મજાનું ગામડું. નદીકાંઠે જૂના પુરાણા ઘરો. આ ગામમાં એક ગરીબ કટુંબ રહે. કુટુંબમાં માતા મંગુ,અને પિતા ભલજી તથા બે ભાઈઓ ધનજી, મનજી અને એક બહેન ધની રહે.
નાનો ભાઈ મનજી બાવડાના બળે જે મળે એમાં પોતાનું ગુજરાન ચલાવે. જ્યારે મોટો ભાઈ ધનજી ખાધે પીધે સુખી સંપન્ન. માતા પિતાએ પેટે પાટા બાંધીને બાળકોને ભણવ્યાં. પરણાવ્યા. અને બાળકોને પગભર કર્યા. નાની બહેન ને પણ નદીનાં સામે કાંઠે નાની ઉમરમાં જ પરણાવી હતી. સાવ ગરીબ પરિવારમાં. બેનને એક પુત્ર હતો. ધનીના પતિને અસાધ્ય રોગો લાગુ પડ્યો. ઘણી દવાઓ કરવા છતાં સારું ન થયું. બહેનનું નશીબ કે વિધિના વિધાન. ધનીનો પતિ અચાનક એક દિવસ મરણને શરણે થઈ ગયો. હવે ધની ઉપર પુત્ર ઘર સંભાળવાની જવાબદારી આવી પડી. માતા પિતા આ આઘાત સહન ન કરી શકાય. થોડાં જ સમયમાં એક પછી એક બંને પ્રભુના પ્યાર થઈ ગયાં.
વર્ષો જતાં, એક દિવસ નાના ભાઈ મનજી ને વિચાર આવ્યો. ઘણાં વર્ષો થઈ ગયા. બહેનની યાદ આવે છે. શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલતાં હતાં, આ માસમાં ઘણાં તહેવારો આવતાં હોય છે. રક્ષાબંધન પણ આવે છે. મનજી ભોળાનાથનો ભક્ત હતો. હર હમેશ શિવ સ્મરણ કર્યા કરતો. એણે વિચારયું, ભાઈ, બહેનને ઘરે જઈ આવું,. એણે મોટા ભાઈને સાથે લઈ બહેનને ઘરે જવા વિચાર્યું. પણ મોટા ભાઈએ તો બહેનને ત્યાં જવાની સ્પષ્ટ ના પાડી. મનજીએ બધીજ વાત પત્નીને કહી. પત્ની ખૂબ સમજુ હતી. તે કહે આપ બેનને મળવા જરૂર જાવ. બહેન અને ભાણેજ માટે કઈક લેતાં જજો. મારી પાસે થોડાં ઘણા પૈસા છે, જે આપને મદદરૂપ થશે.
મનજી તો ખૂબ ખુશ થયો. વહેલી સવારે બેનને મળવા નીકળી પડ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં મુલતાની માટી જેવા રંગના મહેતા મોટાં મોટાં દડબા જોયાં. એને થયું લાવ ને આ માટીના દડબા લઈ જાવ, ભાણેજ આ માંથી રમકડાં બનાવશે,અને બેન ને ઘરની દીવાલો લીપવામાં કામ આવશે. એણે તો ફળીયણમાં માટીના દડબા બાંધ્યા.
થોડુંક ચાલે છે ત્યાં એક સુંદર મજાનું પીપળના પાનના લીલા પીળાં કપડાં થઈ ગયાં. સાથે લીધેલી પેલી ચાલેલી રેત હતી, એના ઘઉ થઈ ગયાં. સાથે લીધેલી પાણીના વાસણમાં ઘી થઈ ગયું. પણ ભાઈને એની ખબર ન હતી.
આ બાજુ બેનને પણ પેલો કાગડો સંદેશો આપતો હોય એમ ટોડલે બેશી કા. . કા. . કર્યા કરે છે. બહેન દૂરથી પોતાનો ભાઈ આવે છે, અર્ણ જણાતા દોડ મૂકે છે. ભાઈ પાસેથી સામાન લઈ પોતે ઉપાડે છે. ભાઈને ઘરમાં તૂટેલ ફાટેલ ખાટલીમાં બસાડી પોતે ચા બનાવે છે.
આજે તો ધનીબેન અને મનજી ના હૈયે હરખ સમાતો નથી. ભાઈ બહેન ભેટ્યા અને હરખનાં આશુ વહે છે. મનજી બેનને કહે!" મારી પાસે તને આપવા બીજું તો કઈ ન હતું, પણ રસ્તામાંથી જે કંઈ મળ્યું એ આં ફળિયામાં બાંધી લાવ્યો
છું. બેનને થયું મારો ભાઈ વળી રસ્તામાંથી શું લાવ્યું હસે ? એણે તો ફળિયાની ગાંઠો એક પછી એક છોડતી જાય છે. જુએ છે તો બંને ભાઈબહેન આશ્ચર્યમાં પડી જાય છે ! બહેન કહે, ભાઈ આટલું બધું લાવવાની શી જરૂર હતી ? તારા દિવસો પણ સારા નથી. ભાઈ પણ વિચારતો જોતોજ રહી જાય છે. માટીના દડબા ને બદલે ગોળના ઢેફાં, પીપળ પાન ને બદલે રાતા પીળાં કપડાં, પાણીની જગ્યાએ ઘી, રેત ની જગ્યાએ ઘઉં !
મનજી બેનને કહે," બહેન હુ રસ્તામાંથી માટીના દડબા, રેત, પીપળ પાન, પાણી એજ મારી સાથે લઈ આવ્યો હતો. તને આપવા મારી પાસે કશુજ ન હતું. આતો ભોળાનાથની કૃપાથી આ બધું થયું છે. ભાઈ બેન અને ભાણેજ જમ્યાં. ખૂબ વાતો કરી. સવારે વહેલું નીકળવું છે. એમ કહી મનજી સુઈ જાય. છે. વિચારમાં ને વિચારમાં બેનને ઊંઘ નથી આવતી. એને થયું લાવ ભાઈ ભાભી અને છોકરા માટે લાડુ બનાવી આપું. અર્તો વહેલી સવારે સાચવીને રાખેલા તલમાંથી લાડુ બનાવી ભાઈને આપે છે. વહેલી સવારમાં અંધારામાં બેન ભાઈને વળાવવા જાય છે. ત્યાંથી પાછી ફરી તો સવાર થઈ ગયું હોય છે. ઘરે આવી ખાંડણિયમાં નજર કરે છે તો લોહીના ડાઘ, જોતાજ બેન ડઘાઈ ગઈ, આ શું થયું ? જુએ છે તો ઘરના મોભમાં સાપની કાચલી લટકતી હતી. એ વિચારે છે, તલની ભારી સાથે સાપ પણ ખાંડણીયામાં ખંડાઈ ગયો હોય. એ તો ભાઈ જે રસ્તે ગયો એ જ રસ્તે દોટ મૂકી. રસ્તામાં એક ભાઈ મળ્યાં. બેન એમને પૂછે છે, ભાઈ આપને કોઈ ભાઈ સામાં મળ્યાં ? પેલાં ભાઈ કહે હા બેન એક ભાઈ પેલાં મંદિરની અંદર જતા જોયાં. બેન મંદિરે પહોંચી,એ પહેલાં કોઈ ચોરો લૂંટવાના ઈરાદે આવ્યા હતાં. ભાઈ મંદિરમાં દર્શન કરવા ગયો હતો, ત્યારે પોટલું બહાર મૂક્યું હતું. ચોરો પોટલામાં કઈક હસે ! એમ સમજી પોટલું ખોલ્યું, તો તલના લાડુ મળ્યાં. ચોરો ભૂખ્યા હોવાથી લાડું ખાઈ ગયાં. અને બેભાન હાલતમાં ત્યાંજ પડ્યાં ભાઈ મંદિરની બહાર આવ્યો. બનેને જોઈ કહે તું અહીંયા ? બેન પોતાની ભૂલ કબૂલ કરે છે. અજાણતાં સાપ તલના ભારમાં હોય, તલ સાથે ખાંડણીયામાં ખંડાઈ જતા, મને ખબર પડતાં હું દોડી આવી. પણ ભોળાનાથની કૃપાથી ! ભાઈ કહે," હા બહેન ભોળાનાથની કૃપાથી જ સાચી" '. જેને રામ રાખે એને કોણ ચાખે '. જા બેન તું તારે ઘરે જા, ભણ્યો રાહ જોતો હસે. હું પણ ઘરે જાવ છું.
આ બાજુ મનજીની પત્ની ચિંતા કરતી હોય છે. કેમ મોડું થયું હસે ? એ જ સમયે મનજી ત્યાં આવ્યો. પત્નીને બધીજ હક્કીકત કહી. પત્ની પણ ભોળાનાથની કૃપા સાચી જ આપણા ઉપર છે, એમ કહી પતિ પત્ની બંને ભોળાનાથની પૂજા પાઠ, ભક્તિ કરવા લાગ્યાં. થોડાજ સમયમાં ઘરમાં ધનનો વરસાદ વરસવા લાગ્યો. ખૂબ સરસ રીતે પતિ પત્ની અને બાળકો જીવન જીવવા લાગ્યાં. ભાવથી ભોળાનાથની ભક્તિ કરે છે, એને ચોક્કસ ફળ પણ પ્રાપ્ત થાય છે.