Archana Trivedi Archu

Inspirational

4.7  

Archana Trivedi Archu

Inspirational

અનુભવ

અનુભવ

3 mins
293


કહેવાય છે કે અનુભવની શાળા એ મોટામાં મોટી શાળા છે. એમાં તૈયાર થયેલો માણસ કયારેય કોઇ જગ્યાએ પાછો પડતો નથી. આજે એવી જ એક અનુભવની વાત હુ કરવાની છું. થોડાક સમય પહેલાની વાત છે. રોજની જેમ જ હુ શાળામાં જવા નીકળી. ગેટની બાર ઉભી રહી રિક્ષાની રાહ જોઈ રહી હતી. ત્યારે અચાનક જ એક રિક્ષા મારી સામે આવી ને ઉભી રહી ગઈ. તેમાંથી એક અવાજ આવ્યો સ્ટાર બજાર. હુ આ અવાજ સાંભળીને ચોકી ગઈ.

મે રિક્ષામાં જોયુ. એક સ્ત્રી રિક્ષા ચલાવી રહી હતી. થોડીવાર તો હુ એની સામે જોઈ જ રહી પછી આગળ કંઈપણ બોલ્યા કે જોયા વગર જ રિક્ષામાં બેસી ગઈ. રિક્ષા થોડીક આગળ ચાલી હુ હજુ પણ એમની સામે જ જોઈ રહી હતી. પછી મારાથી રહેવાયુ નહી ને છેવટે મે કહી જ દીધું કે તમને રિક્ષા ચલાવતા જોઈ ખરેખર મને ખુબ જ ગવૅ મહેસૂસ થાય છે તમારા પર ને તમારી આ મહેનત , બહાદુરી, સાહસ પર. તમે એક સ્ત્રી થઈને રિક્ષા ચલાવી રહ્યા છો એ પણ કોઇ પણ જાતના ડર , શરમ કે સંકોચ વગર.  

ત્યારે એ સ્ત્રી એ સરસ જવાબ આપ્યો મને કે "બેન પહેલી વાત જો કહુ તમને તો કોઈ જ ધંધો નાનો કે મોટો નથી હોતો. આપણા વિચારો ખાલી સારા હોવા જોઈએ. ને રહી વાત મારી રિક્ષા ચલાવવાની તો મે મારા જીવનમાં ધણાં ખરાબ દિવસો જોયા છે અને માઠા અનુભવો પણ કયૉ છે. લગ્નના થોડાક જ વષૅ પછી મારા પતિ નુ અવસાન થઈ ગયું. મારે બે બાળકો છે. એમના ભણવાનો ખચૅ, તેમના કપડા, ધરની જવાબદારી બધું જ મારી પર આવી ગયું. થોડાક વષૉ તો બધાએ મદદ કરી પણ આમ કયાં સુધી બીજાના ભરોસે રહેવાનું. પછી મે ટિફિન બનાવી આપવાનુ ચાલુ કયુઁ. ધીમે ધીમે સિલાઈ કામ પણ કરવા લાગી. મારી જોડે એટલા પૈસા નહોતા કે હુ કોઇ મોટો વ્યવસાય ચાલુ કરી શકુ.  છેવટે મે નકકી કયુઁ કે જો મારા પતિ રિક્ષા ચલાવીને અમારી જરુરિયાત પુરી કરી શકતા હોય તો હું કેમ નહી. પછી મે રિક્ષા ચલાવવા નુ ચાલુ કયુઁ.અત્યારે હૂ સવારે ટિફિન સવિઁસ કરુ છુ, આખો દિવસ રિક્ષા ચલાવુ છુ, ને સાજે સિલાઈ મશીન નુ કામ પણ કરુ છુ. આ બધું જ હુ મારા અનુભવ માથી શીખી છું.જોકે હવે ધણા બધા શહેરમાં મહિલાઓ રિક્ષા ચલાવતી થઈ છે. ને મને એ વાતની ખુશી પણ છે.

આટલી વાત કરી ત્યાં તો મારુ સ્ટેશન આવી ગયું. હુ રિક્ષામાં થી તો ઉતરી ગઈ પણ મારુ મગજ ત્યાં જ રહી ગયું એના વિચારોમાં જ. ને મે નક્કી કયુઁ કે કયારેય કોઈ જ કામ કરવામાં સંકોચ અનુભવવો નહી. ક્યારેય એવુ પણ ન વિચારવા કે હુ એક છોકરી છુ મારાથી આ કામ ન થઈ શકે. મનમા ધગશ હોય તો મોટામા મોટો પહાડ પણ ચડી શકાય.

સાર :- તળાવ એક જ હોય છે. જેમાં હંસ મોતી શોધે છે અને બગલો માછલી શોધે છે. ફકત વિચાર વિચારમાં જ ફરક છે.  તમારા વિચારો જ છે જે તમને આગળ કે પાછળ લઈ જાય છે. એટલે વિચારો હંમેશાં ઉચ્ચ કક્ષાના જ રાખવા.


Rate this content
Log in

More gujarati story from Archana Trivedi Archu

Similar gujarati story from Inspirational