અંધશ્રદ્ધા
અંધશ્રદ્ધા
એક ગામ હતું. ગામ પૂરું થતા ગામના સીમે ચાર રસ્તા હતા. તે ચાર રસ્તે બે-ત્રણ વખત રાતના સમયે અકસ્માત થયા હતા. તેથી તે ગામના માણસોને રાતના તે રસ્તે જવાનો ડર લાગતો હતો. એક વખત એવી ઘટના બની કે તે રસ્તેથી બે માણસોને પસાર થવાનું થયું. તે માણસોની પેલી વાત ખબર હતી. પણ તે બે માણસો ડરયા વગર હિંમત કરી તે રસ્તે આગળ ચાલ્યા. જે સ્થળ બે-ત્રણ માણસો મુત્યુ પામ્યા હતા. તે સ્થળે તે બે માણસોની કઈક દેખાતું હતું. પણ તે બે માણસો ડરયા નહીં. હિંમત કરીને તેની બાજુમાંથી આગળ ચાલ્યા.
આગળ જઈને એક માણસે પાછળ જોયું તો તે સ્થળે કંઈ જ નહોતુ. ત્યારથી તે બે માણસોને વિશ્વાસ થયો કે આપણે ડરયા નહીં . તેથી જ તે સ્થળેથી પસાર થઈ શકયા. ત્યારથી તે માણસો પછી ક્યારે તે સ્થળે આવતા કે ગમે તે બીજા સ્થળ હોતા પરંતુ તે ડરતાં ન હતા. તેમને નિશ્ચિત કર્યું કે આ બધું આપણા મનનો વહેમ હોય છે. હકીકત કંઈ જ નથી હોતુ. અને તેમણે નક્કી કર્યું કે આપણે બીજા માણસો ને આવી અંધશ્રદ્ધામાંથી બહાર કાઢીશું. અને તેમને કહીશુ કે આપણે ડરવું જોઈએ નહી.
