Sagar Dayalal Gabani

Inspirational

3  

Sagar Dayalal Gabani

Inspirational

આપ મુવા વિના સ્વર્ગે ન જવાય

આપ મુવા વિના સ્વર્ગે ન જવાય

3 mins
15.9K


"જો મમ્મી હવે હું એના ઘરમાં પગ પણ નથી મૂકવાની, મારી જિંદગી બંધીયાર બનાવી દીધી છે એ માણસે."

"પણ બેટા આ તો સંસાર કહેવાય, ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ, પણ એમાં કાંઈ ઘર થોડું છોડી દેવાનું હોય?"

"મમ્મી પ્લીઝ, હું અહીંયા તારી સલાહ કે શીખામણ સાંભળવા નથી આવી, મને એમ કે કમસેકમ તું તો મને સમજી શકીશ. પણ તે તો મને કહેવતો ને શીખામણો આપવાનું ચાલું કર્યું."

"પણ બેટા, તારા પપ્પાના સ્વભાવની તો તને ખબર છે ને, એ રાજી નહોતા જ તારા અને કિશનના લવ મેરેજ માટે, મેં તારી મરજી પ્રમાણે તારા પપ્પાને ખૂબ મનાવેલા અને તું કાંઈ અવળું પગલું ભરે એ બીકથી એમણે મને કમને ‘હા’ પાડેલી, અને હવે તું કિશન સાથે ખુશ નથી એવું હું ક્યા મોઢે કહું તારા પપ્પાને?

"યેસ મોમ, એ જ, એ જ તો પ્રોબ્લેમ છે આ બધા પુરષોનો, આપણે તો બસ એમનાથી ડરી ડરીને જ રહેવાનું અને એમની મંજૂરીથી જ બધું કરવાનું, આ બધું તું સહન કરી શકે મમ્મી બટ સોરી આઈ કાન્ટ."

"તો તારા પપ્પાને શું જવાબ આપીશ તું?"

"કાંઈ જ નહીં, મારે કોઈ જ જવાબ આપવાની જરુર ન પડે બી'કોઝ આઈ ઓલરેડી ડીસાઈડેડ ટુ લીવ અલોન. હા મારી પાસે જોબ છે, હું કમાઉં છું એટલે હું એકલી પણ રહી શકું છું કોઈના સહારા વગર."

દિપ્તિ સામાન લઈને નીકઈ ગઈ, ભાવના બહેને એને રોકવાની કોશિશ કરી પણ વ્યર્થ ગઈ. દીપ્તિ અમદાવાદના પોશ એરિયામાં રેન્ટ પર રહેવા લાગી. સોફ્ટવેર કંપનીમાં એઝ એ ટીમ લીડર દિપ્તિનો પગાર પણ સારો હતો.

કોઈ પણ બંધનમાં ન રહેવાની માનસિકતા ધરાવતી દિપ્તિને આ સ્વતંત્રતા શરુઆતમાં તો ગમી ગઈ. ખુલ્લું આકાશ મળી ગયું. ઈચ્છા થાય ત્યારે સુવાનું, ઈચ્છા થાય ત્યારે જાગવાનું, ન કોઈ ટોકવા વાળું કે ન કોઈ કાંઈ કહેવા વાળું. પણ થોડા સમય બાદ દિપ્તિ પોતાની આ સ્વતંત્રતાથી જ કંટાળવા લાગી. સ્વતંત્રતા તો એને ગમતી પણ એકલતા કોરી ખાતી હતી. ઘણા નવા નવા મિત્રો બનાવ્યા પણ બોયફ્રેન્ડસ પણ બનાવ્યા પણ એમાં છેવટે ક્યાંકને ક્યાંક પોતે બંધાય છે, સ્વતંત્રતા છીનવાય છે એવું લાગતાં એ બ્રેકઅપ કરી નાખતી.

પહેલા બિન્દાસ ઉંઘી શકતી દિપ્તિને હવે રોજ બેડ પર પડતા જ એકલતા જાણે ઘેરી લેતી. કિશનની યાદ આવી જતી. મનોમન તે વિચારતી કે કેટલો સરળ હતો કિશન. કદાચ પોતે જ આ સ્વતંત્રતાના નામે વધારે પડતી પઝેસિવ હતી. પહેલા ધિક્કારતી હતી એ જ કિશન એને એકલતામાં યાદ આવવા લાગ્યો. પણ પોતે હવે કયા મોઢે જાય કિશન પાસે? એ મનોમન નિસાસો નાખતી અને પડખા ફેરવ્યા કરતી.

એક દિવસ રાત્રે તો નક્કી જ કર્યું, ભાડમાં જાય આવી સ્વતંત્રતા, નથી જોઈતી આવી ફ્રીડમ કે જેમાં આપણી પરવા કરનાર કોઈ પણ ન હોઈ. સવારે જ મમ્મી પાસે જશે અને માફી માગીને કિશનને ઘરે બોલાવી માફી માગી લેશે અને ફરીથી કિશન જોડે જ રહેશે.

"અરે દિપ્તિ તું? આવ બેટા, કેમ છે તું?"

"બિલકુલ મજામાં નથી મમ્મા..."

"કેમ શું થયું બેટા ?"

"આઈ એમ રીયલી સોરી મમ્મી, હું ખોટી હતી. નહીં જીવી શકું હવે હું એકલી. પ્લીઝ કિશનને તું વાત કરને."

"બેટા દિપ્તિ, હું તને એ જ સમજાવવાની કોશિશ કરતી હતી કે પોતાના લોકો વગર એકલું રહેવું સહેલું નથી. કિશનનો ઘણીવાર કોલ આવતો કે દિપ્તિના કોઈ સમાચાર છે ? એના સમાચાર મળે તો તરત મને કે'જો એમ. એ વ્યક્તિ ખરેખર તને ખૂબ પ્રેમ કરતો હતો અને હજી પણ કરે છે. આપણે પણ થોડું જતું તો કરવું જ પડે ને ? થોડોક ભોગ આપીએ તો જ સુખી થઈએ. 'આપ મુવા વિના સ્વર્ગ ન મળે' બેટા. સારુ ચલ તું હાથ-મોં લોઈને ફ્રેશ થઈ જા હું હમણા જ કિશનને ફોન કરીને બોલાવું છું."


Rate this content
Log in

More gujarati story from Sagar Dayalal Gabani

Similar gujarati story from Inspirational