આજની સુખ સુવિધા- દુઃખી ભવિષ્ય
આજની સુખ સુવિધા- દુઃખી ભવિષ્ય
મિત્રો,એક સમય હતો. જ્યારે નાના બાળકો રમત ગમત ,મજાક મસ્તી, પ્રેમ, ભાવના, મમતા ના ભૂખ્યા હતા અને તેમાં તેનો સમય પસાર કરતા,તથા ઘરના વડીલો પાસેથી સારા સંસ્કાર મેળવી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે સમય નો સદુપયોગ કરતા.તે સમયે માણસો પાસે પૈસા,સુખ,સુવિધા નહોતી પરંતુ સારા સંસ્કાર, પ્રેમ, મમતા, લાગણી જેવી અમૂલ્ય સંપત્તિ હતી.
જ્યારે આજ ના સમયમાં માણસો પાસે પૈસા,સંપત્તિ,ભૌતિક સુખ સગવડો છે. આજના બાળકો ને જૂની રમત ગમત, પ્રેમ, મમતા, લાગણીની કોઈ કિંમત નથી. તે માત્ર આજની સુવિધાઓ અને સુખી જિંદગીમાં વ્યસ્ત છે અને એ તેનું વ્યસન બની ગયું છે. આજ ના બાળકોને ભૌતિક સુખ સુવિધાઓ, ગાડીઓ, મોબાઈલ વગર ચાલતું નથી, માત્ર સુખી જિંદગીમાં જ પોતાનું બાળપણ પસાર કરવું છે. તેઓને દુઃખ નામનો પર્યાય જ ખબર નથી, તો તેઓ ભવિષ્યમા એનો સામનો કઈ રીતે કરી શકશે?
મિત્રો, જિંદગીમા જે કઈ પણ મળે એ કાયમી નથી હોતું, ચાહે સુખ હોઈ યા દુઃખ,કઈ પણ કાયમી નથી રહેવાનું, તેથી આજના જે બાળકો સુખ સુવિધાઓમાં મોટા થાય છે, તે દુઃખનો સામનો કરી શક્શે?.....નહિ મિત્રો, કારણ કે આજ ના માતા પિતા તેના બાળકને બધી સુખ સુવિધાઓ આપે છે, આપણે દુઃખ શું છે તેનો ક્યારેય અહેસાસ થવા દેતા નથી, તેથી તે બાળકો મોટા થઈ ને દુઃખ ને ક્યારેય સ્વીકારી શક્શે નહિ. આજે આપણે એ સહનશીલતાને નષ્ટ કરી રહ્યા છીએ અને દુઃખી ભવિષ્ય તરફનું પ્રયાણ કરી રહ્યા છીએ.
આજે આપણે સૌ જાણીએ છીએ કેવા-કેવા કિસ્સાઓ બની રહ્યા છે :
1.મોબાઈલ ન મળવાથી આત્મહત્યા
2.પ્રેમમાં દગો મળવાથી મર્ડર
3.બિઝનેસ માં નુકશાન થવાથી આત્મહત્યા
4.માતા પિતા ને વૃદ્ધાશ્રમ માં ધકેલવા
આ બધું શું દર્શાવે છે મિત્રો,માત્ર ટૂંકા વિચારની જિંદગી અને સહનશીલતાનો અભાવ.
અંત માં મિત્રો એટલું જ કહેવાનું કે તમારા બાળકોને સુખ સુવિધા આપો,પણ સાથે દુઃખ શું છે તે પણ સમજાવો અને તેનો અહેસાસ કરાવો તેથી ભવિષ્યમાં તેનો સામનો કરવો પડે તો તે હતાશ ન થાય અને તેની સામે લડી શકે, તેથી તેની સહનશીલતા મજબૂત બનાવો અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો.