STORYMIRROR

Vijay Jadav

Inspirational Others

3  

Vijay Jadav

Inspirational Others

સળવળ થયું

સળવળ થયું

1 min
25.1K


ભીતરે કૈંક સળવળ થયું;

'ને હ્રદય મારું ખળખળ થયું.

સૌંદર્ય છે મળ્યું તુજને; 'ને-

હૈયું અહીં મારું સળવળ થયું.

આંખ આડા કરે કાન છે,

દ્રષ્ટિ સામે જ તો છળ થયું.

વૃક્ષ પાસેથી શીખ્યો ઘણું;

એ કપાઈને પણ હળ થયું.

સત્તરમું બેઠું ત્યાં તો 'વિજય';

હૈંયું પણ સાલું ચંચળ થયું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational