Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Hingu

Classics

3  

Pravin Hingu

Classics

મોજ બે ઘડી

મોજ બે ઘડી

1 min
486


બસ એ જ કારણે મને નિષ્ફળતા સાંપડી,

થોડીય પ્રેમમાં ન અદાકારી આવડી.


સરવાળાં આ શહેરનાં ઉકેલું કઈ રીતે!

ભણતર છે મારું,ગામડાંની ચાર ચોપડી.


જીવનસફરમાં એટલે બસ મોજ મોજ છે.

બાએ ઉપાડી છે બધી ચિંતાની ગાંસડી.


કરવા પડે છે બંધ બધાં બારી-બારણાં,

એસીની એટલે હવા કોઠે નથી પડી.


ધંધો કે સાધના કે ન તો વાહવાહી છે,

કારણ કહું ગઝલનું તો બસ મોજ બે ઘડી.


Rate this content
Log in

More gujarati poem from Pravin Hingu

Similar gujarati poem from Classics