ઝંખના
ઝંખના


ઝંખના મારી એ જ છે કે,
આકાશ ચૂમી લઉં,
વાદળ બની છાંટા રૂપે,
ક્યાંક વરસી લઉં,
તમન્નાઓની ખીણ ખોદી,
સાગર ખેડી લઉં,
સૂરજનું એક કિરણ બની,
પ્રકાશ રેલી દઉં,
દરીયા કેરા મોજા બની,
કિનારે ઊછળી લઉં,
તારાઓની ટમટમ બની,
આભ ભરી દઉં,
મંદ મંદ વાતા વાયરે,
સુગંધ પ્રસરી દઉં,
અરમાનો બધા પૂરા કરી,
જિંદગી જીવી લઉં.