STORYMIRROR

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

આજની ઘડી રળિયામણી

આજની ઘડી રળિયામણી

1 min
317


હો... મારે આજની ઘડી રે રળિયામણી,

હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે… મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,

મારા વાલાજીને મોતીડે વધાવિયા રે… મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,

મારા વાલાજીનો મંડપ રચાવિયો રે… મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,

મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ

માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,

મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,

મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે… મારે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics