Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KRUPALI BEN

Inspirational

3  

KRUPALI BEN

Inspirational

સ્વચ્છતાનો પાઠ

સ્વચ્છતાનો પાઠ

2 mins
221


એક સુંદરપુર નામનું નાનું પણ સુંદર ગામ હતું. તે આખું ગામ સ્વચ્છતાનું ખુબ જ આગ્રહી હતું. ગામના બધા જ લોકો સ્વચ્છતામાં માનવાવાળા હતા. ગામના સૌ કોઈ શરીરની બરાબર સ્વછતા રાખે. દરરોજ ન્હાવા-ધોવાનું, ઘર, શેરી બધું જ સ્વચ્છ રખાવનું.

એજ ગામમાં એક પરિવાર રહેતો હતો. તેમાં ચાર સભ્યો હતા. ઉર્વી અને પૂર્વી નામની બે બહેનો અને તેમના માતા-પિતા. પણ આ બંને બહેનોમાં ખુબ જ મોટો ફરક હતો. પૂર્વી સ્વચ્છતાની ખુબ જ ગ્રહી હતી. જયારે ઉર્વી સ્વચ્છતાની બાબતમાં આળસુ હતી. પૂર્વી હમેશા જમતા પહેલા અને શૌચક્રિયા બાદ પોતાના હાથ સાબુથી ધોતી. પણ ઉર્વી જમતા પહેલાં કે શૌચક્રિયા બાદ હાથ ધોવામાં પણ આળસ કરતી. તેના પપ્પા તેણે ખુબ સમજાવતા. સ્વછતા ના રાખીએ તો બિમાર પડાય. પણ ઉર્વી કોઈની વાત માનતી જ નહિ.

શાળામાં જવાનું થાય ત્યારે પૂર્વી સરસ ન્હાહીને, માથું ઓળીને, હાથ-પગના નખ કાપીને અને સરસ ધોયેલા સ્વચ્છ કપડાં પહેરીને શાળામાં જાય. પણ ઉર્વી આ બધી વાતોમાં પણ નિષ્કાળજી રાખે. શાળામ પણ જયારે રીસેસ પડે ત્યારે શાળાના બધા જ બાળકો હાથ ધોઈને જમવા બેસે. પણ ઉર્વી તો હાથ ધોયા વગર જ જમવા બેસી જાય.

એક વખતની વાત છે. ઘણા બધા દિવસ થયા. પણ ઉર્વી શાળામાં ભણવા ન આવી. શાળાના આચાર્ય અને ઉર્વીના વર્ગશિક્ષકે ઉર્વીની બહેન પૂર્વીને ઓફિસમાં બોલાવી અને પૂછ્યું, ’બેટા પૂર્વી, તારી બહેન ઉર્વી કેમ શાળામાં ભણવા નથી આવતી ?’ તયરે પૂર્વી કહ્યું, 'સાહેબ તે બીમાર પડી છે. એટલે ઘરે આરામ કરે છે.’ આ સાંભળી ઉર્વીના વર્ગશિક્ષકને એક વિચાર આવ્યો. તેમણે વર્ગના બાળકો સાથે ઉર્વીના ઘરે જઈ તેણે સ્વછતાનું મહત્વ સમજવાનું નક્કી કર્યું. તેઓ ઉર્વીના વર્ગના બધા બાળકોને લઈને ઉર્વીના ઘરે ગયા.

ઉર્વી બિમાર હતી. એટલે પથારીમાં સુતી હતી. પોતાના વર્ગશિક્ષકને જોઈને ઉર્વી પથારીમાં બેથી થઈ. ઉર્વીના વર્ગશિક્ષકે ઉર્વીને સમજાવ્યું, 'જો બેટા ઉર્વી આપણે આપણા શરીર, ઘર, શેરી અને આજુબાજુના વિસ્તારની સફાઈ રાખવી જોઈએ. સ્વછતા રાખવાથી બિમારી આવતી નથી. અને આપણે દવાખાને જવું પડતું નથી. પૈસાની પણ બચત થાય અને ડોક્ટરની સોય પણ ના ખાવી પડે.’

ઉર્વીને પણ પોતાની ભૂલ સમજાઈ. તેણે પોતાના વર્ગશિક્ષકને કહ્યું, ‘મને માફ કરો સાહેબ. મારી ભૂલ થઈ ગઈ. હવેથી હું પણ દરરોજ સ્વછતા રાખીશ. જમતા પહેલાં અને શૌચક્રિયા બાદ સાબુથી હાથ ધોઈશ. નિયમિત સ્નાન કરીશ. ઘર અને આજુબાજુના વિસ્તારની સફાઈ કરીશ. નખ નિયમિત કાપીશ. માથું ધોઈને તેલ નાખીને સ્વચ્છ રાખીશ.

બસ તે દિવસ પછી ઉર્વીએ ક્યારેય પણ બીમારીને લીધે શાળામાં રાજા પાડી નથી.


Rate this content
Log in

More gujarati story from KRUPALI BEN

Similar gujarati story from Inspirational