Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratik Rajput

Inspirational

4.3  

Pratik Rajput

Inspirational

મૌન

મૌન

6 mins
364


 મૌન (સાઈલન્સ) શબ્દ સાંભળતાની સાથે જ પોતાની આંખ સામે એક મૂંગા અને કઈ બોલ્યા વગર એમનેમ જ શાંતિ થી બેઠેલા માણસ નું દ્રશ્ય સહજ પ્રમાણમાં દરેકને આવી જતું હોય છે. પણ મૌન શબ્દ તે માણસની અંદર રહેલું એક કૌશલ્ય છે કે માણસ કેટલું બોલ્યા વગર રહી શકે,તેના દ્વારા પણ માણસની પરખ થઈ શકતી હોય છે.

  મૌન રહેવુ એ કોઈ સામાન્ય વાત નથી,અને કોઈ સામાન્ય વ્યક્તિ આ કરી પણ ન શકે. જે તેના ફાયદા અને તેના વિસ્તૃત અર્થને સમજી જાય તો તે વ્યક્તિ પછી ગમે તેવી પરિસ્થિતનો સામનો એક શૂરવીરની માફક કરી શકે છે, મૌન રહેવાથી મેં મારી અત્યાર સુધીની જિંદગીમાં ઘણા સારા અને ઘણા ખરાબ આવા બંને અનુભવોમાંથી પસાર થઈ ગયેલો છું. મારે આજે મારી સાથે બનેલ અને અનુભવેલ એવા થોડા કિસ્સાની વાત કરવાનું મન થાય છે. મૌન ને હું મારી અંદર રહેલી એક સૌથી તાકાતવાર અને સંપૂર્ણ શક્તિ ગણું છું.

આમ જે પણ મારી અંદર છે હું જ્યાં પણ છું અને મારી પાસે જે પણ કાઈ છે આ બધું મારા મૌન ને કારણે જ છે,જો તમે એમ કહો તો પણ વાંધો નથી,

હું મૌન સાથે વરેલો છું એમ કહો તો પણ વાંધો નથી.

મારી સર્વશક્તિ જે પણ હશે તે આ મૌન ને કારણે જ હશે અમા પણ કાઈ વાંધો નથી.

મને ગમતો અને હું જેનો સૌથી મારી જિંદગીમાં જેના થકી આનંદ લઈ શકું તે આ મૌનના કારણે જ લઈ શકું એમ કહો તો પણ મને કાઈ વાંધો નથી.

ટૂંકમાં જે પણ વસ્તુ આજે મારી પાસે જે સર્વસ્વ છે તે બધું જ મૌન ને કારણે જ છે.

  મેં મારી આટલી વિતાવેલી જિંદગીના આ મૌન શબ્દ થકી મેં હંમેશા આનંદ નો જ અનુભવ કરેલો છે.

 મારુ નામ ડંગોદરા પ્રતીક એક નર્સિંગ ના પેલા વર્ષની અંદર અભ્યાસ કરતો એક વિદ્યાર્થી છું,આમ તો મારી સાથે આ નર્સિંગ ની અંદર આવતા પેહલા મારી સાથે ઘણા બધા મૌન ના કિસ્સા બનેલા છે. પણ મને તો મજા ત્યારે આવી જ્યારે હું અહી પેલા વર્ષની અંદર આવ્યો શરૂઆતના દિવસોમાં મેં મારા મૌનનો એટલો બધો આનંદ લીધો કે એની વાત જ ના પૂછો,અને હું હંમેશા મૌન દ્વારા પોતાની જાતને સ્વાભિમાન ગણતો,ત્યારે મને બહુ જ આનંદ થતો, હું બોલવું હોય તો બોલી શકું પણ હું બોલી શકું છતાં મૌન રહી શકું છું તે અમુક વ્યક્તિની અંદરનો પાવર હોય છે.

અમુક વાતો ખબર હોવા છતાં પણ તે બોલતો નથી અને પોતાના મૌનનો આનંદ માણતો હોય છે.

. . . . . કોઈ વાર માણસ પોતે સાચો હોવા છતાં બીજાનું સાંભળી લેતો હોય છે. પોતે કાઈ પણ બોલ્યા વગર રહે છે ત્યારે પણ માણસ મૌનનો આનંદ લેતો હોય છે,આ મૌનમાં માણસ એમ આનંદ લેતો હોય છે કે જ્યારે સામેવાળી વ્યક્તિને ખબર પડશે કે આપડે સાચા છીએ,છતાં આપણે મૌન હતા,,ત્યારે તે વ્યક્તિ ને આપણા ઉપર ગર્વ થતો હોય છે,અને તેને એ વાતનો અફસોસ થતો હોય છે કે મેં આ વ્યક્તિનો કાઈ પણ ગુનો નહતો છતાં કોઈના કહેવાથી મેં તેને ખરું-ખોટું સંભળાવ્યું. બસ આજ વાતનો મૌન ધારણ કરનાર આનંદ લેતો હોય છે. . . . . .

     હું આ વાત દ્વારા મારા કિસ્સાને જોડવા માંગુ છું ,હું પણ આવા તમામ પ્રકારના મૌન માંથી પસાર થઈલો છું, અને મેં પણ આવી જ રીતે તમામ મૌન નો આનંદ માણેલો છે.

હું રહ્યો નર્સિંગ સ્ટુડન્ટ એટલે અમારે વોર્ડની અંદર ડ્યૂટી કરવાનું આવે એ સ્વાભાવિક છે,એટલે અમારે તેમાં તમામ પ્રકારના જે સ્ટાફ નર્સ કહે તે બધા જ કામકાજ કરવા પડે,

હું મારી વાત કરું છું ત્યારે મેં લગભગ વોર્ડમાં ૨ થી ૩ મહિના ડ્યૂટી કરી હશે અને મને યાદ છે ત્યાં સુધી મોટા ભાગે મારે સ્ટાફ નર્સે મને કાઈ બહારના કામ માટે જ મોકલ્યો હોય તેવું મને સાંભરે છે. .

      એક દિવસની વાત છે કે મને કાઈ કામ માટે સ્ટાફ નર્સે બહાર મોકલેલો હું મારી મસ્તીમાં કામ માટે જતો હતો અને અચાનક અમારા નર્સિંગના મેડમ સામે આવતા હતા તેની આગળ થોડા માણસો હતા એટલે મેં વિચાર્યું કે આ માણસો થોડા આગળ થઈ જાય એટલે હું મેડમ ને માળી લવ અને ગુડ મોર્નિંગ' વિશ કરી લઉં આવો વિચાર લઈને હું મેડમ ની વિરુદ્ધ એટલે કે મેડમ જે સાઈડથી આવતા હતા તેની વિરુદ્ધ સાઈડથી જતો હતો,પણ અચાનક બન્યું એવું કે આગળ આવતા માણસો અને મેડમ વચ્ચે નો ગાળો થોડો જ હતો એટલે મેડમ ને આગળથી માળવનો ટાઈમ જ રહ્યો નઈ એટલે હું અને મેડમ બંને બાજુમાં આવ્યા ત્યાં સુધી વિરુદ્ધ સાઈડમાં જ ચાલતા હતા. . .ત્યાં અચાનક મેડમે બોલાવ્યો અને કહ્યું ક્યાં જતો'તો અને અમને જોઈને પણ અમને ના જોયા હોય તેવો આભાસ કરીને બીજી સાઈડ માંથી નીકળવાનો પ્રયાસ કરે છે,તને શરમ નથી અને અમને છેતરે છે તને તેનું ભાન નથી. અને બહુ ઝાઝું બધું કિધુ અને સંભળાવ્યું, મારી આંખો શરમને કારણે નીચે ઝુકી ગઈ હું કઈ બોલી શકયો નઇ અને બોલવાનો પ્રયાસ કરું તો મેડમ બોલવા શેના દે. અને હું કહેવું હોય તો કહી શકતો હતો,અને પોતાને સાચો સાબિત કરી શકતો હતો,અને છેવટે મેં મેડમ ને કીધું પણ કહ્યું કે મેડમ હું તમને સામેથી મળવા માટે આવતો જ હતો પણ આ બધા વ્યક્તિ ને કારણે આવું થયું અને તેના કારણે તમે આવું સમજ્યા પણ હકીકતમાં આવું કાઈ છે જ નહીં,પણ મેડમ માને શાના અને ઉપરથી કહે હોશિયારી બતાવે છે શરમ નથી આવતી, . . . હું સ્તબ્ધ થઈ ગયો કાઈ પણ બોલ્યા વગર પોતાની જાતને કોઈ એક શક્તિ દ્વારા પોતાની અંદર કોઈ એક અનોખો પ્રોત્સાહન મળ્યું હોય તેવું લાગવા લાગ્યું અને હું સાચો હોવા છતાં મેડમ ના શબ્દો બહુ જ આંનદથી કોઈ વસ્તુ બની જ ના હોય તેવા ભાવથી સાંભળવા લાગ્યો,પણ મને અંદર તેનું જરાય પણ ખોટું નહતું લાગ્યું,,આ બધી વાત કરીને મેડમ તો ત્યાંથી ચાલ્યા ગયા પણ મારા મનના વિચારો હવે આ વાત સાંભળીને પેલા કરતા વધારે દ્રઢ થયા અને વધારે આનંદ થયો.  આની પાછળની કોઈ એક શક્તિ એટલે કે મૌન.  હું આ મારા મૌન ની વાત કરું છું.

  . . . . મેં આગળ વાત કરી તે મુજબ કે હું મારી પોતાની રીતે સાચો હતો. એટલે મેડમે મને ગમે તે કીધું તેનો મારી ઉપર કશી અસર થઈ નહીં. અને મને ખબર હતી કે પોતાની રીતે સાચો છતાં બોલ્યો નહીં અને ફક્ત તેની વાતો સાંભળતો રહ્યો આમ મેં મારા મૌન નો ત્યારે પૂરેપૂરો આનંદ લિધો, અને ત્યારે મને મારી પોતાની જાત પર વધારે કોન્ફિડન્સ આવ્યો અને ગર્વ થયો. . કારણકે મેં પોતે સાચો હોવા છતાં પણ મને મેડમે સંભળાવ્યું અને છતાં હું કઈ બોલ્યો નહીં,આ વાત નું મને ગર્વ થયું.

     'આ વાત દ્વારા હું મેડમની અવગણના કરવા નથી માંગતો.

મારા મત મુજબ દરેક વ્યક્તિ પોતાની રીતે સાચો જ હોય છે . . પણ અમુક વખત પરિસ્થિતિનો વાંક પણ હોય છે. મારા મત મુજબ પણ કંઈક અલગ હોય અને બીજી વ્યક્તિ ના મત મુજબ પણ અલગ હોય. તેનો આધાર વ્યક્તિ બીજા વ્યક્તિ વિશે અથવા તે પરિસ્થિતિ વિશે કેવું વિચારે છે તેના પર રહેલો છે. . . તમે જેવું વિચારો એવું થઈ શકે,માટે હંમેશા વ્યક્તિએ પોઝીટીવ વિચારચરણી રાખવી જોઈએ.

હું આ વાત દ્વારા એટલું જ કહેવા માગું છું કે સામેવાળા વ્યક્તિની પરિસ્થિતિ આપણને ખબર ના હોય ત્યાં સુધી તેના વિશેનો અભિગમ ખરાબ રાખવો જોઈએ નહીં તેના કારણે કોઈ વખત સંબંધ પણ બગડી શકે છે.


Rate this content
Log in

More gujarati story from Pratik Rajput

Similar gujarati story from Inspirational