Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chandrikaben Pandya

Inspirational

5.0  

Chandrikaben Pandya

Inspirational

સમજણની સુવાસ

સમજણની સુવાસ

3 mins
225


સાંજે સાડા સાતે મનોજ ઘેર આવ્યો અને મનમાં અજંપો અને થોડો ઉદાસ હતો. બેઠક રૂમમાં આવી ધબ દઈને બેસી પડ્યો અને રીલેકસ થવાની કોશિશ કરવા લાગ્યાે પણ રસોડામાં આવતી સુગંધે તેને ચમકાવી દીધો પોતાની મા અને પત્ની બંને ધીમા અવાજે ગુસપુસ કરતા હસતા હતા.

મનોજ વિચારવા લાગ્યો કે દરરોજ સાંજે આવે ત્યારે કાં તો પત્નીનો બબડાટ ચાલુ હોય કાં તો માની ફરિયાદ ચાલુ હોય તેને બદલે આજે કંઈક જુદું જ વાતાવરણ હતું. આ ગયા ?ભારતીના અવાજે તેને ચમકાવ્યો જોયુ તો સામે ભારતી ગરમાગરમ ચા અને નાસ્તો લઈને સામે ઊભી હતી. ત્યાં વિજયાબેન બહાર આવી ને બહાર બોલ્યાેે નિરાંતે નાસ્તો કરી લે સાંજે જમવાનુ મોડું થશે.

મનોજ ઝટપટ નાસ્તો કરીને ફ્રેશ થવા ગયો અને પાછો આવ્યો ત્યારે કાંતિલાલ બોલ્યા. 'થાક્યો ન હોય તો થોડું ફરી આવીએ ?' વાતે વાતે ગુસ્સો કરતા અને નાની નાની બાબતમાં રાઈનો પહાડ બનાવતા કાંતિલાલનું નવું સ્વરૂપ જોઈને મનોજ વિચારમાં પડી ગયો અને તેની સાથે ચાલવા લાગ્યો. બન્ને બગીચામાં આવીને બેઠા કાંતિલાલ બોલ્યા 'આજે શાંતાં ફાેઈ આવ્યા હતા અને ઘણી બધી વાતો કરી, તું નાનપણમાં કેવા તોફાન કરતો અને અને તને બચાવવા જતાં તારી માને પગમાં કેવી ખોટ રહી ગઈ અને મારી આંખમાં બોલ વાગતા એક આંખ થોડીક નબળી પડી ગઈ. તે બધી વાતાે કરતા હતા.

સાંતા ફાેઈને રોકાવાનો ઘણો આગ્રહ કર્યો હતો પણ તે બોલ્યા 'મારે મારી વહુ લતા ને ઘણી પરંપરાગત વાનગી શીખવવાની છે અને તેની પાસેથી ચાઇનીઝ, પંજાબી જેવી વાનગી શીખવી છે. વળી અજય અને તેના પપ્પા રોજ સાંજે ફરવા જાય છે અને જોઈતી વસ્તુ ઘરમાં લાવે છે. પછી બધા સાથે બેસીને જમીએ છીએ.

બીજી ઘણી બધી વાતો કરી. શાતાં ફાેઈ પરિવર્તનનો પવન થઇને ઘણું બધું શીખવી ગયા. તારી મમ્મીની માન્યતા હતી કે સાસુ થયા પછી વહુ પર સતત નજર રખાય અને કામ ન કરાય અને હું પણ ખાવા પીવામાં કચકચ કરુ છુ. અને મારી મરજી મુજબ જ ટીવી જોવુ છુ. બાળકોનો કે બીજાનો ખ્યાલ રાખતો નથી એ બધું આજથી બંધ. વાતો કરતા કરતા બંને ઘરે આવ્યા. રાત્રે બધા સાથે બેસીને જમ્યા આજે બાળકો પણ બહુ ખુશ હતા. ભારતિ પસ્તાવાના સુર સાથે બોલી 'તમારી નાનપણની વાતો સાંભળીને મને થયું કે દરેક મા-બાપને બાળકોને ઉછેરવામાં ઘણી તકલીફ પડતી હોય છે. આપણા મા-બાપને પણ પડી છે. એમના સ્વભાવમાં ભલે જે નબળાઈ હોય પણ એમને ઘણું વેઠ્યું છે એમ બોલીને નીચું જોઈ ગઈ.

પછી વિજયાબેન બોલ્યા 'અમારા બધાને અમારી પોતાની ફરિયાદો હતી અને અમે સાચા છીએ એવું અમારું માનવું હતું. મેં,ભારતી એ કે તારા પપ્પા એ તારો વિચાર કર્યોજ નહીં કે આ બધા ચક્કરમાં તું કેવાે પીસાતો હોઈશ !' અને કાંતિલાલ બોલ્યા મેં વડીલ તરીકે મારો અધિકાર તો જમાવ્યો પણ સાચું અનુશાસન ન કરી શક્યો.'


ભારતી બોલી 'મને માફ કરશો. બા-બાપુજીને યાત્રા એ કે બીજે ક્યાંય જવાણુ નથી હવે જશુ તો બધા સાથે જઈશું. શાતાં ફાેઇ અમને વાતવાતમાં સાચી સમજણ આપી ગયા. બીજે દિવસે સાંજે મનોજ ઘેર આપ્યો ઉત્સાહથી ભરપૂર ભરેલો હતો. છોકરાઓ અને કાંતિલાલ સાથે બેસીને કાર્ટૂન જોતા હતા. વિજયાબેન અને ભારતીય રસોડામાં હસતા-હસતા કામ કરતા હતા. અને મનોજ ખુરશી ઉપર બેસીને વિચારો લાગ્યો કે ભલું થજો શાતાં ફાેઇનુ દરેક ઘરમાં શાતાં ફાેઇ જેવાં માસી, કાકી,બેન કે કોઈક હોવું જોઈએ.

આજે ઘર ઘર હતું સમજણની સુવાસથી મહેકતું...


Rate this content
Log in

More gujarati story from Chandrikaben Pandya

Similar gujarati story from Inspirational