Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

prit_ki_lines Pritkilines

Inspirational

4.3  

prit_ki_lines Pritkilines

Inspirational

વિજયની સફર - ૧

વિજયની સફર - ૧

3 mins
297


અમદાવાદ શહેર જે ઘણા લોકોની સપનાની નગરી છે. લોકોને અહીં વસીને ખૂબ રૂપિયા કમાઈ ઘર અને પરિવાર સાથેનાં સપનાં હોય છે. કહેવાય છે ને ઘણા લોકોને સીધેસીધું ક્યારે મળી જતું નથી. વાત છે ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતા વિજયની છે. તેને નોકરી અને પરિવારની જવાબદારી અને ઘરનાં મહેણાંટોણાં સાંભળી શકતો ન હતો. તેની પાસે હવે ઘરમાંથી નીકળીને શહેરમાં ગયા વગર કોઈ છૂટકો ન હતો પણ જાય તો જાય ક્યાં? એવી પરિસ્થિતિ હતી. વિજય માટે તો શહેર નવું અને ત્યાં કોઈ ઓળખે નહીં પણ વિજયે તો નક્કી કર્યું કે હવે તો કંઈક કરવું જ પડશે. વિજયે નક્કી કર્યું કે અમદાવાદ જઈને ગમે ત્યાં જે કામ મળશે તે કરીશ. 

તે દિવસ પછી વિજયને અમદાવાદ જવા માટે રાતે ઊંઘ આવતી ન હતી. વિજયે આજે રાતે જ નીકળી જવું હતું પણ તેના ગામમાં બસ કે અન્ય કોઈ સુવિધા ન હતી પણ મનમાં તો નક્કી જ કર્યું હતું. જવું જ છે, પછી શું ? વિજય ઘરેથી બે જોડી કપડાં-રૂમાલ અને બે હજાર રૂપિયા તથા તેના સપનાનો થેલો લઈ ઘરેથી રાતે જ ૮ કિલોમીટર સુધી ચાલતો ચાલતો હાઇવે સુધી પહોંચી ગયો હતો. વિજયે હાઇવે પર હાથ ઊંચો કરીને કોઈ વાહન ઊભું રાખવા મથતો હતો પણ માથે અંધારું અને રાતે લૂંટના બનાવો બનતા હોવાથી કોઈ તેને બેસાડવા માટે તૈયાર જ હતું. 

ઘણો સમય વીતી ગયા પછી એક ટ્રક આવી રહી હતી. તે ટ્રકની આગળ લખ્યું હતું કે કોઈ તમારું નથી એટલે ખુશ રહો. આ વાક્ય વાંચીને વિજયને થયું કે આ ટ્રક મને મદદ કરશે. વિજયે હાથ ઊંચો કરતાં ચાલકે ટ્રક ઊભી રાખીને વિજયને પૂછ્યું કે,

'આટલી રાતે ક્યાં જવાનું ભાઈ.'

વિજયે કહ્યુંઃ 'નક્કી તો નથી ક્યાં જવાનું પણ હાલ અમદાવાદ જવું છે.'

વિજયની આ વાત સાંભળીને થોડીક વાર શાંત થઇ ગયો.

ટ્રકચાલકે વિજયને કહ્યું કે બેસી જા. અમદાવાદ હાઇવે પર ઉતારી દઈશ.'

વિજય તેનો સપનાનો થેલો લઈ ટ્રકમાં બેસી ગયો. ટ્રકમાં બેસી ગયા બાદ હિન્દી સોન્ગની મજા મળતાં મળતાં બંને વચ્ચે એકબીજાને વાત કરતા હતા. આમ કરતાં કરતાં અમદાવાદ સુધી આવી ગયા. વિજયને હાઇવે પર ઊતરતાં જ ટ્રકચાલકને પૈસા અંગે પૂછ્યું. તેણે કહ્યું કે જ્યારે સપનાં પૂરાં થાય ત્યારે એક વાર યાદ કરી લેજે. તેણે પૈસા ન લીધા.

વિજય ઊતરતાં તો ઊતરી ગયો પણ ક્યાં જવું તે નક્કી ન હતું. સવારના છ વાગ્યાની આસપાસ ઓઢવ આવીને તેણે ચાની કીટલી પર ચા પીધી હતી. તે આમતેમ લોકોને જોઈ રહ્યો હતો ને લોકો દોડી રહ્યા હતા. કોઈ વાહન પર કોઈ બાઈક પર તો કેટલાક બસની ભીડમાં જઈ રહ્યા હતા. વિજય વિચારતો હતો કે હવે શું કરીશ. મારી પાસે તો બે હજાર રૂપિયાજ છે. જો વપરાઈ જશે અને નોકરી નહીં મળે તો શું થશે. ઘરેથી તો નીકળી ગયો પણ હવે તો ઘરે જવાશે નહીં અને જઈશ તો લોકો વાતો કરશે કે મોટી મોટી વાતો કરતો હતો, શું થયું ? ના ટકાયું? અને દોસ્તો મજાક કરશે.

આ બધી વાતો સતત વિજયના દિમાગમાં રટણ જ કરતી હતી. વિજયે નક્કી કર્યું કે ભલે જે થાય તે. હું ઘરે તો નહીં જઉં. તેને એવો પણ વિચાર આવ્યો કે સફળ વ્યક્તિઓને પણ તકલીફ તો પડી હશે તો શું એટલે એ પણ હારી ગયા હશે. આમ વિચારીને તેના મનને શાંત કરી દીધું હતું અને વિજય તેનો થેલો લઈ અમદાવાદની સફરનો આરંભ કરવાનું શરૂ કરે છે પણ હજુ તો વિજય ક્યાં રોકાયો હશે. વિજયને નોકરી મળી હશે. શું વિજય અમદાવાદની પૈસાદાર વ્યક્તિ બની ગયો હશે. એવા ઘણા પ્રશ્ન છે વાંચતા રહો આગળ....

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Inspirational