Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

RAMBHAI DODIYAR

Inspirational

3  

RAMBHAI DODIYAR

Inspirational

મહેનતનું ફળ

મહેનતનું ફળ

2 mins
219


એક ગામ હતું. તે ગામમાં રામું નામનો છોકરો રહેતો હતો. તે ખુબ ગરીબ હતો. પણ ભણવામાં ખુબ હોંશિયાર હતો. પણ એકવાર એવો સમય આવ્યો કે તેના પિતાજી અચાનક મૃત્યુ પામ્યા. રામુ ઘરમાં સૌથી મોટો હતો. એટલે ઘરની બધી જવાબદારી રામુ પર આવી પડી. એટેલે ઘર ચલાવવા માટે રામુને ભણવાનું છોડીને નોકરી કરવાની ફરજ પડી.

તે નોકરી કરવા પોતાના ગામથી દૂર એક શહેરમાં ગયો.

ત્યાં એક કરિયાણાની મોટી દુકાનમાં તેને નોકરી મળી. એ દુકાનમાં બીજા પણ ઘણા માણસો કામ કરતાં હતા. દુકાનના શેઠ ખુબ જ વિશ્વાસુ માણસ હતા. તેઓ પોતાના નોકરો પર ખુબ વિશ્વાસ અને પ્રેમ રાખતા. એટલે દુકાનની બીજી ચાવી જુના નોકરો પાસે જ રહેતી હતી. પણ ધીમે ધીમે રામુને જાણવા મળ્યું કે દુકાનના કેટલાક નોકરો શેઠને દગો દેતા હતા. દુકાનમાંથી વસ્તુઓની ચોરી કરતાં હતા. રામુને આ જાણીને ખુબ દુખ થયું. પણ પોતે ખુબ નાનો હતો તે શું કરી શકે.

પણ એકવાર રામુ રાતે જમ્યા પછી આંટો મારવા બહાર નીકળ્યો. જે દુકાનમાં એ નોકરી કરતો હતો તે બાજુ. તો તેણે જોયું કે રાત ખુબ થઈ ગઈ હતી. પણ દુકાનનું શટર ખુલ્લું હતું. અને તેની અંદર લાઈટ ચાલુ હતી. તેણે ધીમે ધીમે દુકાનની નજીક જઈને જોયું તો દુકાનના જુના અને શેઠના વિશ્વાસુ નોકરો દુકાનમાંથી કેટલીક વસ્તુઓની ચોરી કરી રહ્યા હતાં. રામુ આખી વાત સમજી ગયો. તે તરત જ દોડતો દોડતો શેઠના ઘરે ગયો. શેઠને જઈને બધી વાત કરી. અને શેઠને પોતાની સાથે દુકાને લઈ આવ્યો. અચાનક શેઠને આવેલા જોઈને જુના નોકરો જે ચોરી કરતાં હતા તે ગભરાઈ જ ગયા. કેમ કે તેમની ચોરી પકડાઈ ગઈ હતી.

પછી શેઠે જુના નોકરોને ખુબ ઠપકો આપ્યો. અને પોલીસ બોલાવીને તેમણે જેલમાં મોકલી દીધા. શેઠ રામુની ઈમાનદારી અને વફાદારીથી ખુશ થયા. તેમેન દુકાનની બધી જવાબદારી હવે રામુને આપી દીધી. તેમેને રામુનો પગાર પણ ખુબ વધારી દીધો. સમય જતાં રામુ જોડે પૈસાની બચત થઈ. તે પૈસામાંથી રામુ જે શેઠની દુકાનમાં નોકરી કરતો હતો. તે જ દુકાનમાં ભાગીદારી કરી. સમય જતાં રામુ વધુ પૈસા કમાયો અને પોતાની આગવી દુકાન કરી મોટો શેઠ બની ગયો.

જીવનમાં આગળ વધવું હોય તો ઈમાનદારી, વફાદારી અને મહેનત જરૂરી છે.


Rate this content
Log in

More gujarati story from RAMBHAI DODIYAR

Similar gujarati story from Inspirational