AlL

Inspirational

4  

AlL

Inspirational

ટ્રેનમાં અપશુકનિયાળ

ટ્રેનમાં અપશુકનિયાળ

1 min
11


"મને જોઈને સૂઈ ગયા છોકરાઓ ?"

ડબ્બામાં કિન્નરને આવતા જોઈને અમે સૂઈ ગયા હતા, લાંબી મુસાફરીની શરૂઆતમાં આવા તો કેટલાય માગવાવાળા આવશે એવું વિચારીને.

"નો પ્રોબ્લેમ નઈ માંગુ બસ હું અપશુકનિયાળ નથી"

"અપશુકનિયાળ" શબ્દ સાંભળીને મને દુઃખ લાગ્યું કેમકે મને કિન્નર લોકોમાં શ્રદ્ધા ત્યારની બેઠી ગઈ હતી જ્યારથી મે સાંભળ્યુ હતુ કે ટ્રેનમાં કિન્નરને કંઇક આપવાથી શુકન થાય છે. કામ સફળ થાય છે.

મે સૂવાનું નાટક બંધ કરીને પાકીટ માંથી "માત્ર" દસ રૂપિયા કાઢીને ઉપકાર કરતો હોય એમ "અમારા ત્રણેય જણના આવી ગયા લઈ લો"

પૈસા આપીને રીટર્ન માટે મારા મોંમાંથી શબ્દો નીકળ્યા "આશીર્વાદ તો દેતા જાવ"

એ સાંભળીને એ કિન્નરે સ્મિત સાથે મારા માથા ઉપર હાથ ફેરવ્યો. એ સ્મિત અને એક પણ શબ્દ વગરના આશિર્વાદ મારા મનમાં એવા તે ચોંટી ગયા કે મને "મા"નો અહેસાસ થઈ ગયો. મે અનુભવ્યું કે એ પ્રેમાળ હાથ મારી એટલી લાંબી મુસાફરી તેમજ બહાર રોકાણ દરમ્યાન મારા માથે જ રહ્યો અને નિર્વિઘ્ન મને પાછો ઘરે પહોંચાડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational