STORYMIRROR

Meghavi Chhaya

Inspirational Others

5.0  

Meghavi Chhaya

Inspirational Others

સ્તવન

સ્તવન

3 mins
14.7K


પારણે ઝૂલતો સ્તવન આજે પાંચ વર્ષનો થઈ ગયો. શુભદ્રાને તો જાણે આ સ્વપ્ન જ લાગ છે. સાત વર્ષ પહેલાં લગ્નની અકારણ ના પાડનારી શુભદ્રાનો પુત્ર સ્તવન. શુભદ્રા એક સુખદ સફર કર્યાની અનુભૂતિ કરે છે અને સાથોસાથ ભાભી મેઘનાનો મનોમન આભાર માને છે. આ સાથે શુભદ્રા વિચારોનાં વૃન્દાવનમાં સરી પડે છે. તેની સામે સાત વર્ષ જુનો સમય યાદ આવી જાય છે.

અમદાવાદનાં નવરંગપુરા વિસ્તારમાં રહેતું પ્રબોધભાઈ દવેનું કુટુંબ. કડક સ્વભાવના પ્રબોધભાઈ જી.ઈ.બી.નાં નાણાકીય વિભાગમાં નોકરી કરતાં અને સરળ-શાલિન સ્વભાવના તેમનાં પત્ની પ્રતિક્ષાબેન્ કુટુંબમાં મોહક નામક પુત્ર અને શુભદ્રા નામક પુત્રી. માર્ગ અકસ્માતમાં પ્રબોધભાઈનાં આકસ્મિક નિધન બાદ પુત્ર મોહકે બી.ઈ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પિતાના સ્થાને

જી.ઈ.બી.માં નોકરી ચાલુ કરેલી. શુભદ્રાએ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. બી.એડ.નો અભ્યાસ પૂર્ણ કરી નજીકની ખાનગી શાળામાં નોકરી મેળવી લીધી હતી.

પ્રબોધભાઈ સાથે મળી જોયેલાં મોહક-શુભદ્રાનાં લગ્નનાં સ્વપ્નો હવે

પ્રતિક્ષાબેને એકલા પૂરાં કરવાનાં હતાં. સમય સાથે સાનૂકુળતા સર્જાતા

મોહકનાં વેવિશાળ જ્ઞાતિની કન્યા મેઘના સાથે કરવામાં આવે છે. મેઘના સ્વભાવે સમજુ તેમજ મિલનસાર. મોહકના લગ્ન બાદ ઘરની જવાબદારી પુત્રવધૂ મેઘનાને સોંપી પ્રતિક્ષાબેન ભક્તિનો માર્ગ અપનાવે છે. મેઘના અને શુભદ્રા વચ્ચે નણંદ્-ભાભી કરતાં મિત્ર તરીકેનો વિકસિત થયેલો સંબંધ પ્રતિક્ષાબેનને મનોમન આનંદ આપે છે.

દરરોજ સવારે શાળાએ જવું, બપોરના સમયે ભાભી મેઘના સાથે અલકમલકની વાતો કરી, સાંજના સમયે સ્વાધ્યાયી બહેનો સાથે સત્સંગ કરવું તે શુભદ્રાનો નિત્યક્રમ જેમાં કોઈપણ જાતનો ફેરફાર કરવો પડે તે શુભદ્રા માટે સ્વીકાર્ય ન હતું. સ્વાધ્યાયીઓનાં મંડળ સાથે મળીને વિવિધ શિબિરોનું આયોજન, ધાર્મિક સ્થળોની મુલાકાત, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન વગેરે રોજીંદી પ્રવૃત્તિઓ શુભદ્રાની સમય સાથે વધતી જતી હતી. દર મહિને પોતાની આવકમાંથી એક નિશ્ચિત ભાગ રુપિયા ૩૦૦૦ શુભદ્રા સ્વાધ્યાયીઓનાં ભંડોળમાં દાન સ્વરૂપે આપતી હતી.

શુભદ્રાનો સ્વાધ્યાય મંડળી સાથેનો અકારણ લગાવ પ્રતિક્ષાબેનને પસંદ ન હતો. તે સમયસર સારું પાત્ર શોધી શુભદ્રાનાં લગ્ન લેવાઈ જાય તેમ ઈચ્છતાં હતાં પરંતુ આ બાબતે ક્યારેક ઘરમાં લગ્ન વિષયક વાત ઊપડે તો શુભદ્રા સિફતથી વાત ટાળી દેવાની આવડત ધરાવતી હતી. લગ્ન નહિ કરવાનાં નિર્ણય પાછળ ક્યાંક ને ક્યાંક ઘરનાં સભ્યો સ્વાધ્યાય મંડળીને જવાબદાર સમજતાં હતાં. સમય સાથે

પ્રતિક્ષાબેનની શુભદ્રાનાં ભવિષ્ય અંગેની ચિંતા વધતી જતી હતી. મોહક અને મેઘનાની લાગણી કોઈ દિવસ શુભદ્રાને કાંઈ ઓછું આવવા દેતી ન હતી. પરંતુ એક મા તરીકે પ્રતિક્ષાબેનની દિકરીનો સુખી સંસાર જોવાની તીવ્ર ઈચ્છા હતી કેમ કે એકલવાયું જીવન પાછલી ઊંમરમાં ઘણું કઠિન હોય છે એ વાત પ્રતિક્ષાબેન ખૂબ સારી રીતે સમજતાં.

પ્રતિક્ષાબેનની શુભદ્રા અંગેની ચિંતાને અનુલક્ષીને મોહક-મેઘના સ્વાધ્યાય મંડળીને મળી તેમને શુભદ્રાને લગ્ન બાબતે સમજાવવા અંગે વિનંતી કરવા વિચારે છે કેમ કે સમય સાથે સ્વાધ્યાય મંડળી સાથેનું શુભદ્રાનું ભાવનાત્મક જોડાણ વધતું ગયું હતું. તેથી કદાચ શુભદ્રા તેમની લાગણીને લક્ષમાં રાખીને લગ્ન બાબતે વિચારે પરંતુ અહીં જ્યારે મોહક-મેઘના સ્વાધ્યાય મંડળીને મળે છે ત્યારે વિપરીત પરિસ્થિતિનું સર્જન થાય છે. મંડળીના સભ્યો ચાલાકીથી – “આ

શુભદ્રાનો અંગત પ્રશ્ન છે” એમ પ્રત્યુત્તર આપે છે. મંડળી ધ્વારા મળેલ

સ્વાર્થી જવાબ બાદ એક મિત્ર તરીકે મેઘના શુભદ્રાને સમજાવવા બીડું ઝડપે છે.

મેઘના પ્રેમપૂર્વક શુભદ્રાને ભવિષ્યનાં સફરની વિવિધ અનિશ્ચિતતાઓથી વાકેફ કરે છે તેમજ મંડળીનાં સભ્યોએ આપેલા જવાબ અંગે જણાવે છે. જે મંડળીનાં સભ્યો માટે પોતે સમગ્ર ભવિષ્ય ન્યોછાવર કરવા તૈયાર છે તે જ સભ્યો તેને પોતાનું જાણીને જીવનનાં મહત્ત્વનાં નિર્ણય માટે સમજાવવું જરુરી નથી સમજતાં. તે બાબત પરોક્ષ રીતે ચીવટપૂર્વક મેઘના શુભદ્રાને સમજાવે છે. એક મિત્ર તેમજ ભાભી તરીકે જીવનનાં દરેક પડાવમાં સાથે રહેવાની બાંહેધરી મેઘના

આપે છે. તે સાથે જ એક માં તરીકેની પ્રતિક્ષાબેનની લાગણી અંગે સમજાવે છે. માત્ર ને માત્ર એક મિત્ર તરીકેની મેઘનાની લાગણીને માન આપી શુભદ્રા લગ્ન કરવા માટે હા પાડે છે. મંડળીનાં સભ્યો સાથેની ઉઠક-બેઠક પણ તેની સ્વાર્થવૃત્તિથી વાકેફ થયા બાદ નહિવત કરી નાખે છે. વિવિધ વિજ્ઞાપનો ધ્વારા રાજકોટવાસી શુભમ મુનશી સાથે શુભદ્રાનાં વેવિશાળ નક્કી કર્યા બાદ ત્રણ મહિનાનાં ટૂંકાગાળામાં ધામધૂમથી મોહક-મેઘના શુભદ્રાનું કન્યાદાન કરે છે.

સમય દોડવા લાગે છે. સારી શૈક્ષણિક લાયકાતને લીધે શુભદ્રા રાજકોટની સરકારી શાળામાં નોકરી મેળવે છે. શુભદ્રા અને શુભમનાં સુખી સંસારમાં સ્તવન નામક પારણું બંધાય છે...

અચાનકથી 'મમ્મી મમ્મી, આજે સાંજે કેવી કેક લાવશે પપ્પા ?' શબ્દો

શુભદ્રાનાં કાને પડે છે. લાંબી તંદ્રામાંથી શુભદ્રા સભાન થાય છે અને જુએ

છે તો બાજુમાં સ્તવન હોય છે. સહસ્મિત વ્હાલથી સ્તવનનાં માથામાં હાથ ફેરવીને જવાબ દે છે - 'ડોરોમોન કેક'.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

More gujarati story from Meghavi Chhaya

સ્તવન

સ્તવન

3 mins ପଢ଼ନ୍ତୁ

Similar gujarati story from Inspirational