STORYMIRROR

Mamta Pandya

Fantasy Inspirational

2  

Mamta Pandya

Fantasy Inspirational

રંગોનો પર્યાય - સ્ત્રી

રંગોનો પર્યાય - સ્ત્રી

1 min
100

સ્ત્રી એટલે સૌથી વધુ રંગીન અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ. પિતાનું ઘર છોડીને જ્યારે પતિના ઘરમાં પ્રવેશે એટલે કુમકુમ પગલાંનો લાલ રંગ લઈને પ્રવેશે. લાલ રંગ એટલે પ્રેમનો રંગ. એ ગૃહપ્રવેશ સાથે એની પોતાની જિંદગીમાં પણ એક નવો રંગ ઉમેરાય, પ્રેમનો રંગ.

રસોઈ બનાવી અન્નપૂર્ણા કહેવાતી સ્ત્રી એમાં પણ મસાલાની સાથે મીઠાશનો રંગ ભેળવી જાણે. એ જ રસોઈના થોડા વખાણ મળી જાય તો ચહેરા પર છવાઈ જાય સંતોષનો રંગ.

વહુ, ભાભી, દેરાણી કે જેઠાણી બની પોતાની જવાબદારીનો રંગ પણ નિભાવતી જાય. જ્યારે ધારણ કરે માતૃત્વ ત્યારે ખીલી ઊઠે મમતાનો રંગ.

આ બધા રંગોને સજાવી રાખવા એ પોતાનો રંગ કયો હતો એ પણ ભૂલી જાય અને તોય એની દુનિયા બની જાય રંગબેરંગી. જીવનના એક એક રંગને સાચવી જાણે. જિંદગીને રંગબેરંગી બનાવી જાણે. સ્ત્રી કરતાં વધુ રંગબેરંગી અસ્તિત્વ ક્યાંય જોવા નહીં મળે જે પોતાના રંગને ભૂલીને દરેક રંગને અપનાવી જાણે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Fantasy