STORYMIRROR

RAVINDRA KUMAR

Inspirational

2  

RAVINDRA KUMAR

Inspirational

દીકરી ઘરનો દીવો

દીકરી ઘરનો દીવો

2 mins
92

હવે ૨૧ મી સાદી ચાલી રહી છે. દુનિયાએ ખુબ પ્રગતિ કરી લીધી છે. તેમ છતાં આજે પણ આપણા સમાજમાં સ્ત્રીઓ માટે ઘણા ભેદભાવ જોવા મળે છે. જયારે કુટુંબમાં દીકરો જન્મે છે ત્યારે બધા ખુશ થાય છે, અને મીઠાઈ વેહેંચે છે. જયારે દીકરી જન્મે છે ત્યારે બધા ઉદાસ થઈ જાય છે. આને કેમ મોટી કરીશું ? કેમ સાચવીશું ? તેવી ચિંતાઓ કરવા લાગે છે. દીકરીને બોજ અથવા સાપનો ભારો કહેવામાં આવે છે.

પહેલાના સમયમાં તો દીકરી જન્મે તો તેને ઉકળતા દૂધમાં નાંખીને મારી નાંખવામાં આવતી હતી. તેને દૂધ પીતી કરી દીધી તેવું કહેવામાં આવતું. એ લોકોને શું ખબર કે એ નાનકડા જીવને કેટલી પીડા થતી હશે.

હકીકતમાં તો દીકરી જયારે મોટી થાય છે ત્યારે ઘરના બધા જ કામ કરે છે. સાથે સાથે તેને ભણાવવામાં આવે તો તો તે ભણવામાં પણ હોંશિયાર બને છે. એટલું જ નહિ આજકાલ તો છોકરીઓ રમત ગમતમાં પણ ખુબ જ આગળ વધી ગઈ છે.

જેમકે આપણા ગુજરાતની ડાંગ જીલ્લાની આહવામાં રહેતી આદિવાસી જાતિની દીકરી સરિતા ગાયકવાડે ભારત દેશને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જેનાથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે. સરકારે તેને સહકાર આપવાનું નક્કી કર્યું છે. તે જ રીતે મિતાલી રાજ નામની ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી વનડે ઇન્ટરનેશનલમાં ૫૦૦૦ હાજર રન બનાવીને ભારતને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. આમ કેટલીએ છોકરીઓ આજે રમત ગમતમાં આગળ વધી રહી છે.

જે સમાજ સ્ત્રીઓનું અપમાન કરે છે તે સમાજ એ ભૂલી જાય છે કે આ દુનિયામાં તેમને લાવનાર અને જન્મ આપનાર તેમની મા એક સ્ત્રી જ છે. જેને નવનવ મહિના સુધી પોતાના પેટમાં રાખીને ઉછેર્યા છે. સમાજમાં સ્ત્રી માટે કેટલી બધી પાબંધીઓ છે. તેમાં પણ જો કોઈ સ્ત્રી નસીબના વાંકે વિધવા બની જાય તો તો તેનું જીવન જ સમાપ્ત થઈ જય છે. તેણે નવા કપડાં નહિ પહેરવાના, શણગાર નહિ કરવાનો, બહાર હરવા ફરવા નહિ જવાનું, જાહેરમાં બોલવાનું નહિ. અને જયારે કોઈ સ્ત્રી મરી જાય તો તેનો પતિ બીજા લગ્ન કરીને આનંદથી જીવન જીવે છે. આ ભેદભાવો સ્ત્રી સાથે કરવામાં આવે છે.

આજે દુનિયા ચાંદ પર નહિ પણ છેક મંગલ પર પહોચી છે ત્યારે, આપણા સમાજે પણ આ બધા કુરીવાજોમાંથી બહાર આવીને સ્ત્રીને સમાજમાં ગૌરવભર્યું સ્થાન આપવું જોઈએ. કેમ કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાંજ દેવતા પણ પ્રસન્ન થાય છે.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati story from Inspirational