Jagat Patel

Inspirational

3  

Jagat Patel

Inspirational

અનુભૂતિ

અનુભૂતિ

2 mins
7.4K


 

એક સત્ય ઘટના...

એક ઘટના વાંચતા વાંચતા

મારા જીવનમાં બનેલી એક

ઘટના નજર સામે આવી...

મારો વારસાગત વ્યવસાય હાર્ડ વર્કનો,

એને લઈ મને કમરમાં બેક પેઇન રહે છે..

મારા એક પિતરાઈ ભાઈ ગાંધીનગર

સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે..

એમને મળી કોઈ નિષ્ણાત પાસે

મારી તપાસ કરાવા ગયો હતો..

અચાનક મારા એક સ્વજન કહી શકું એવા

એક મિત્ર મને મળ્યા ને ભેટી પડ્યા..

ઔપચારિક વાતો કર્યા પછી મને

જાણ થઈ એમના પત્નીની

અધુરા માસે સુવાવડ થઈ હતી..

તેઓ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં

સુવાવડ માટે લઈ ગયા હતાં..

ત્યાં જાણવા મળ્યું કે જોડીયા બાળકો છે

અને એક બાળક મૃત્યુ પામ્યું છે

માતાના ઉદરમાં જ તો ડૉક્ટરે

પ્રયત્ન કર્યા પછી હાથ ઉંચા કરી લીધા..

કાં તો બાળક બચશે કાંતો માતા એમ કહી

ત્યાંથી એમને રજા આપી દીધી હતી..

બસ આટલું કહેતાં કહેતાં એમની

આંખો ભરાઈ આવી..

હું પરિસ્થિતિને પામી ગયો તરત મારા

પિતરાઈને મળી ઝડપથી આગળની

સારવાર ચાલુ કરાવી દીધી..

એમને તાત્કાલિક વિભાગમાં યોગ્ય

સારવાર ચાલુ કરાવી દીધી..

ડોક્ટરોએ પોતાની કુશળતા

વાપરીને માતા અને બાળક

બંનેને હેમખેમ ઉગારી લીધા..

આ દરમિયાન મારે ફોન પર મારા મિત્ર

સાથે વાતચીતનો દોર ચાલુ રહ્યો ને એમનું

મન પણ ધીરે ધીરે હળવું થઈ ગયું..

બે દિવસ પછી હું જ્યારે ફરી હોસ્પિટલ

ગયો ને એમને મળ્યો, ફરી

એકવાર એ મને બાજી પડ્યો..

આ વખતે પણ એની આંખમાં આંસુ હતાં જ

પણ આ વખતના આંસુઓમાં ફરક હતો..

મેં મારા આલીંગનમાંથી છૂટો

પાડીને એની સામે જોયું...

આજેય એ શબ્દો મારા કાનમાં ગુંજે છે,

એણે મને બસ એટલું જ કહ્યું

ભગવાન કયા સમયે કયા સ્વરૂપમાં

મળી જાય છે એ આજ મને સમજાઈ ગયું..

હું અવાક બની બસ જોઈ રહ્યો એને અને

એના ચહેરા પર મારા માટેના અનન્ય ભાવને...

આજે તો હવે એ બાળક મોટું થઈ

ભણવા પણ જતું થઈ ગયું..

આ ઘટના પરથી એક વાત જરૂર કહીશ..

સાચે જ દરેક મનુષ્યમાં ભગવાનનું

સ્વરૂપ હોય છે ક્યારે અને ક્યાં

આપણને એ અનુભૂતિ મળી જાય...!!


Rate this content
Log in

More gujarati story from Jagat Patel

Similar gujarati story from Inspirational