STORYMIRROR

YuG Shastri

Romance

4  

YuG Shastri

Romance

સાચવી રાખ્યો છે મેં....

સાચવી રાખ્યો છે મેં....

1 min
227

તને પહેલી નજરે જોયાનો અહેસાસ સાચવી રાખ્યો છે મેં,

જે હું લખી ન શક્યો એ અકથિત શબ્દોનો ભાર સાચવી રાખ્યો છે મેં...


તું આવીશ પાછી એની રાહમાં,

હૃદયના ખૂણામાં એક મુલાકાતનો સંવાદ સાચવી રાખ્યો છે મેં...


તારા ઘર સુધી જતી શેરીમાં પણ હવે મને આવકાર નથી,

છતાં એની હવાઓમાં પ્રસરતો તારો સાદ સાચવી રાખ્યો છે મેં...


તું હવે સાથે નથી એ કિસ્મતની વાત છે,

પણ જે સમય સાથે હતા એ સમયને હજુ સાચવી રાખ્યો છે મેં...


સુખ દુઃખના પગથિયાં સાથે ચડી ના શક્યા, ચાલ માન્યું,

પણ તારી ચિંતા કરવાનો અધિકાર સાચવી રાખ્યો છે મેં...


આયખું જીવી ગયા પણ જે સમજી નથી શકતા લોકો,

એ જ નાની જિંદગીનો બહુ મોટો ‘ટૂંક સાર’ સાચવી રાખ્યો છે મેં.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from YuG Shastri

Similar gujarati poem from Romance