STORYMIRROR

Divya Modh

Romance

4  

Divya Modh

Romance

કોરા કાગળ જેવી હું

કોરા કાગળ જેવી હું

1 min
325

કોઈ ડાયરીના કોરા કાગળ જેવી હું,

મને પ્રેમની સ્યાહીથી શણગારતો તું,


કોઈ દીવાની ઝોલા ખાતી જ્યોત જેવી હું,

મને તારી હૂંફના ટેકે ટટ્ટાર રાખતો તું,


કોઈ જૂના કાચના ઝાંખા પ્રતિબિંબ જેવી હું,

મને તારા વિશ્વાસની ઊર્જાથી ચમકવતો તું,


કોઈ રણની સૂકાયેલ ધરા જેવી હું,

મને તારી લાગણીના વરસાદથી ભીંજવતો તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance