જોવું હું તને
જોવું હું તને
જોવું હું તને નયનથી ઝરૂખે, જોતા જોતા હરખાય હૈયું,
જોતા આનંદ થાય.
તારો નશો લાગેે, તુજ પૂર બનીનેે ઉભરાય નસેનસમાં.
જ્યાં જોવું ત્યાં તું જ છે.
કહું હું કોને મારી હૈયાની વાત રે, આજે જોતા ઝરૂખે તન-મન ડોલી ઉઠ્યું રે પ્રીતમ.
તારા રેશમી વાળ જોતા, આંખ મારી અંજાઈ જાય.
તારા એક સ્મિત જોતા, મારા રોમરોમમાં તું સમાય.
જ્યાં જોવું ત્યાં તું જ છે.
પૂર્વ જન્મનો નાતો છે, તેથી આમ લાગે છે મુજને.
જ્યાં જોવું ત્યાં તું જ.
એક ઝલક જોતા ઝરૂખે, દિલમાં વસ્યા તમ....

