STORYMIRROR

Vishal Joshi

Children Inspirational Others

3  

Vishal Joshi

Children Inspirational Others

મિત્રની કસોટી

મિત્રની કસોટી

2 mins
27K


એક ગામ હતું. તે ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ રામ હતું, જયારે બીજાનું નામ શ્યામ હતું. આ બંને પાક્કા મિત્રો હતા. એક વખત રામ અને શ્યામ ગામડેથી શહેરમાં જવા માટે નીકળ્યા. શહેરમાં જવાનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. શહેરમાંથી પાછા આવતી વખતે મોડું થઈ ગયું, અને રાત પડી ગઈ. અંધારું પણ થઈ ગયું. રસ્તામાં પાછુ જંગલ આવ્યું.

જંગલમાંથી પસાર થતી વખતે બંને મિત્રોને ડર લાગતો હતો. કેમ કે તે જંગલમાં અઘના જંગલી જાનવર રહેતા હતા. વાઘ, સિંહ, રીંછ વગરે પ્રાણીઓ પણ રહેતા હતા. બંને મિત્રો એકબીજાનો હાથ પકડીને ચાલતા હતા. બંને જાણે એકબીજાને વચન આપ્યું કે કોઈપણ મુસીબત આવે આપણે એકબીજાનો સાથ છોડીશું નહિ. અને કોઈને કળા મુકીને ભાગીશું નહિ. બંનેજણા વાતો કરતાં જતાં હતા. ત્યાં અચાનક જ બાજુની ઝાડીમાંથી એક મોટું રીંછ એમની સામે આવતું દેખાયું.

રીંછને જોઈને રામ શામનો હાથ છોડાવીને ભાગી ગયો. અને એક ઉંચા ઝાડ પર ચડી ગયો. પણ શ્યામુ બિચારો શરીરથી ભારે હતો. એટેલે તે ઝાડ પર ચડી શકતો ન હતો. તેને પોતાના મિત્ર રામને મદદ માટે ખુબ જ બુમ પાડી. પણ તે મદદ કરવા માટે નીચે ન આવ્યો. રીંછ ધીમે ધીમે નજીક આવતું હતું.

છેવટે શ્યામુ એ જીવ બચાવવા એક ઉપાય કર્યો. તે જમીન પર સુઈ ગયો. અને મરેલા માણસની જેમ શ્વાસ બંધ કરી સુઈ ગયો. રીંછ શ્યામની પાસે આવ્યું. પણ શ્યામુ સહેજ પણ હલ્યો નહિ. રીંછ શ્યામુની ચારેબાજુ ફરી તેને સુંઘવા લાગ્યું. એને એમ થયું કે આ માણસ તો મરી ગયો છે. એટલે રીંછ ત્યાંથી ચાલ્યું ગયું.

રીંછના ગયા પછી શ્યામુ ઉભો થયો. થોડીવારમાં રામ પણ ઝાડ પરથી નીચે ઉતરીને આવ્યો. તે શ્યામને પૂછવા લાગ્યો, ‘પેલું રીંછ તને કાનમાં શું કહેતું હતું ?’ શ્યામએ ગુસ્સે થઈને કહ્યું, ‘રીંછે કહ્યું કે સંકટ સમયે સાથ છોડી દે તેવા સ્વાર્થી મિત્રની ક્યારેય પણ મિત્રતા કરવી જોઈએ નહિ.' બસ એ દિવસથી રામ અને શ્યામની મિત્રતા તૂટી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Children