STORYMIRROR

Chaitanya Bhavsar

Comedy Drama

5.0  

Chaitanya Bhavsar

Comedy Drama

જ્હોન સીના

જ્હોન સીના

2 mins
9.6K


વાત છે કૉલેજનાં સમયની, બહુ મજા આવતી. કૉલેજનાં મિત્રોને હું "ચકા" નાં કિસ્સા કાયમ કહું. ચકો પણ એક મિત્ર જ છે, પણ બહુ રમુજી. એની સાથે ના થવાના બધાં જ કાંડ થાય.

આ કાંડનાં કિસ્સા જ્યારે હું મિત્રો સાથે શેર કરુ ત્યારે મિત્રોને મજા પડે, પણ સાચું ના માને. એમને એમ કે "ચીન્ટુ " એટ્લે કે હું (મારુ હુડિયામણુ નામ છે) ગપ્પા મારે છે.

એક વાર જોગાનુજોગ આવો એક કિસ્સો મિત્રો સાથે જીવંત જોવાનો લ્હાવો મળ્યો. દિવસ હતો ગુરુવાર અને ૧૫ જાન્યુઆરી એટ્લે કે "વાસી ઉત્તરાયણ". હું અને મારા ૩ ખાસ મિત્રો વિકાસ, મિતુલ અને મૌલિક. ત્રણે જણા એ નક્કી કર્યું કે રવી ના ઘરે પતંગ ચગાવવા જઇયે. રસ્તામાં જતાં હતાં ત્યાંજ ચાલુ બાઈક અને બાઈક પર ત્રણ જણ, એમાય છેક છેલ્લે પેલો "ચકો". ચકા ને ડબ્લ્યુ ડબ્લ્યુ ઈ નો સ્ટાર "જ્હોન સીના" બહુ ગમતો, એટ્લે એ પોતાને જ્હોન સીના જ સમજતો. પાર્ટી તો ચાલુ બાઈકે જ ઉભો થઈ ને અમને જોઈને મોટેથી ત્રાડ પાડી "જ્હોન સીના"....... બાઈક ની સ્પીડ એવી હતી કે બાઈક આગળ જતું રહ્યુ અને "જ્હોન સીના" એટ્લે કે ચકો થબલાયૉ નીચે...

બેથી ચાર ગોલામટા ખાઈ ગયો. આ બાજુ આવો ભયંકર સ્ટંટ જોઇને મિતુલ અને મૌલિક તો પેટ પકડીને હસ હસ જ કર્યા કરે, હું અને વિકાસ "જ્હોન સીના" ને ઉભો કરવા જઇએ એ પહેલાં તો ચકો સ્પ્રિંગની જેમ ઉભો થઈ ગયો, એનો પડવાનો અવાજ એટલો ભયંકર હતો કે આજુ બાજુનાં બધા ભેગા થઈ ગયા. શું થયું? શું થયું? પૂછવા લાગ્યા, એટલા મા એક માજી તરત બોલ્યા "કાઈ નહીં આ દારૂડિયો બાઈક પરથી પડ્યો." ઓ બાપા અમે તો જે પેટ પકડીને હસ્યા છે, ના પૂછો વાત. બિચારો ચકો ભગવાનનો માણસ અને પાછો એણે ગુરુવાર કરેલો. લ્યો બોલો.. આ બાજુ મિતુલ અને મૌલિક તો રસ્તા પર જ ગાંડા થઈ ગયા.... મજાની વાત તો એ હતી કે બાઈક ચલાવનાર ને તો ખબર જ નહોતી કે ... " જ્હોન સીના" બાઈક પર છે જ નહીં....લગભગ ૨૦૦ મીટર પછી ખબર પડી કે આપણો જ્હોન પડી ગયો છે, એટ્લે પાછો લેવા આયા..

અમે આખો દિવસ હસ્યા છે.. અને એ દિવસથી ચકાનાં કિસ્સા બધાને સાચા લાગવા લાગ્યા. તો બોલો મોટેથી " જ્હોન સીના"!


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from Chaitanya Bhavsar

Similar gujarati story from Comedy