Megha sampat

Comedy Others

3  

Megha sampat

Comedy Others

એડ્ઝનું એડીક્શન

એડ્ઝનું એડીક્શન

3 mins
204


પાત્રનું નામ ~ મેહતાબ દિનશા સોડાવાલા

( એક છોકરી ગાતી~ગાતી આવે છે)

કે હસટું રમટું સવને ગમટું

કે શાદી મુબારક હો જો આજ

કે હસટું રમટું સવને ગમટું

નવજોત મુબારક હોજો આજ

હાઈ ગોડમોરનીંગ

ખોડાયજી બઢાં પર મે’ર કરે ! કેમ છોવ બઢાં ? મજ્જામાં ને ?

 હું મૂન જેવી મહેટાબ ! મહેટાબ દિનશા સોડાવાલા.

“ફેરીન ! ઓ ફેરીન ! ક્યાં ચાલી ગઈ ? હમણાં રરતી – રરતી અને ગાટી – ગાટી આવસે !

માળાં મમ્માની છેય ફૂલવારી

માળાં પપ્પા ચલાવે મોટળગાડી

માળાં દાદાની છેય ગોરાગાડી

ટ બી રઈ ગઈ હું કંવારી ! 

મરે રે મરે ! આ મારી સોજ્જી બેનપન્ની ફેરીન કેટલી સુંડર છે એના નામ જેવી જ ગ્લોરફિલ્ડછે ! પન બળ્યું આ ટી.વી. ! તેની એડવર્તાઈઝમેન્ટસ એ એને તદન ઘેલી કરી નાખી છે. એ સું કેવ ચ ? ખબર ચ ?

  માળા ગુલાબ જેવા ગાલ છે,

  માળા નગીન જેવા બાલ છે,

 માળી હંસની જેવી ચાલ છે,

 ટ બી રઈ ગઈ હું કવારી !

સાચું કહું તારા ગાલ તો સાચે જ ગુલાબ જેવા છે પોયરી ! જો’તો જો’તો આ ટારું ડ્રેસિંગટેબલ પર જો’તો ! ખબર ચ ટુને? આ યર એન્ડ મોંથલી જેવી ક્રીમો લગાવી ને ગુલાબ જેવા ગાલ પર કાટા જેવા પિમ્પલ્સ થઈ આવસે ! એ ખબર છે ટુને ?

 ‘ માળા નાગીન જેવા બાલ છે. ’

ખોડાયજી એ તારી પર મેં’ર કરી કે તારા બાલ સાચે જ નાગિન જેવા છે ! કેટલા સુવારાં છે ! જો’તો આ બાઠરૂમમાં જો’તો ! આ રંગ–રંગની શેમ્પૂની શીશીઓ વાપરી વાપરી ને તારા હેડ કે સોલ્ડર પર એક પન બાલ નહીં બચે ! પછી રઈ જ જવાની કંવારી !

પછી ગાય ચે !

માળી કાનને બબ્બે ફીને છે !

માળી ગાડીમાં બબ્બે હોન છે !

એની ઉપર ઇનત્રેસ્ટ લોન છે !

ટ બી રઈ ગય હું કંવારી !

ખોડાયજી ! આ કાવસજી અંકલ તારા બબ્બે ફોનના બીલ ભરે ચે ઉપરથી ટારી ગાડીને મેનટેન કળાવે ચ. ટે વરી એની ઉપર લોન પણ લીધી ચ.

આ ટીવી પર જે મેડ જેવી એડ્સમાં નવો ફોન કે કારની નવી એસેસરીઝ જુવે તે લેવાની જિદ કરે ! ટે આ કાવસજી અંકલ આ નક્કામાં બિલ ભળશે ટ તને પન્નાવશે કેમ ?

ઓ ઘેલી છોકરી ! આ ઈડિયત બોક્સ આપરું એન્ટરતેઈનમેન્ત કરવા માટે ચ. એમાં આવતી એડઝ માં બઢું બઢું સાચું નહીં હોવસ ! બઢું અમલમાં મૂકીએ ને ટ કરકાં બાલુંસ બની જવસ ને પેલી રામાયનની સુપરનખા જેવી રાક્ષસીયો જેવી લાગસ. પછી પન્નીશ કોને ? રરજે ને ગાજે !

માળો નેચર બવ છે જોલી

મને ગમતો કુસુમબેન નો સોલી

ટેને પન્ની ગઈ છે હોઉરી (fairy)

ટ બી રઈ ગઈ હું કંવારી !

ટમે પન સુઢરી જાવ નઈ તો તમે બી કડકા બાલુસ થઈ જવાનાં અને માળી આ બેનપન્નીની જેમ કંવારા જ રઈ જવાનાં !

ખોડાયજી બઢાં પર મેર કરે ! 


Rate this content
Log in

Similar gujarati story from Comedy