Gijubhai Badheka

Children Classics

2  

Gijubhai Badheka

Children Classics

આ તે શી માથાફોડ ! ૫

આ તે શી માથાફોડ ! ૫

1 min
7.3K


મારી બાને ખબર ન પડે, હો !

“એલા કાનજી, શું ખાય છે ?”

“એ તો મમરા ખાઉ છું.”

“મારો ભાગ આપને ?”

“મારી બાએ ના પાડી છે.”

“શું કામ ના પાડી છે ?”

“કાલે તારી બાએ મારી બાને મેળવણ ન આપ્યું એટલે.”

“પણ હું તો તને ભાગ આપું છું ને ? હું ક્યાં ના પાડું છું ?”

“લે ત્યારે મારી યે ના નથી. પણ મારી બાને ખબર ન પડે હો ! ખબર પડશે તો વઢશે ને કહેશે કેઃ 'ના પાડ' તી ને શું કામ આપ્યા ?”


Rate this content
Log in

Similar gujarati story from Children