ચૈત્ર
ચૈત્ર


લેશે વસંત વિદાય ચિંતા ચૈત્રને કોરી ખાય
ફોર્યાં લીમડે શ્વેત મ્હોર કેમેય કરીને ન જાય,
દિનરાત ઉષ્મ શીત લહેરો વા વહે સમદ્રષ્ટિ
રામ નવમી ને ચેટીચાંદ ઉત્સવ તણી વૃષ્ટિ,
ચૈત્રી પૂનમે ચિત્રા નક્ષત્રનું ઉજ્જવલ મોતી
સમૃદ્ધિ સૌંદર્ય મોહિની ને તેજ સિતારે ગોતી,
કોયલ પોપટ મેના મોર ને કાબર કરે કલશોર
લીલુડા થયા આવળ બાવળ પીલુડી ને થોર,
ખેતર ખેડી ખેડુ કરે ઊંડા ચાસ ને તળ સપાટ
વરસનો વચલો મહિનો ચોરે ગામ કરે ગપાટ,
લેશે વસંત વિદાય ચિંતા ચૈત્રને કોરી ખાય
ઉતર્યે આવશે વૈશાખ ગ્રીષ્મની ચાડી ખાય.