મેં કયાં
મેં કયાં
1 min
16.7K
મેં કયાં કોઈની કયારે મઝાક કરી છે,
બધાનું બે ઘડી કેવલ મનોરંજન કયુઁ છે.
સીમા વતૂઁળની તમારે વિસ્તારવી પડશે,
પછી કહેતા નહીં રેખાનુ ઉલ્લંઘન કર્યું છે.
તમે જ ચચાઁ કરી વાતનું વતેસર કયુઁ,
મારૂ શું ? મેં તો ખાલી શ્રવણ જ કયુઁ હતુ.
મેં કયાં કોઈની નિંદા કરી છે,
તમે તો નિંદારસની મહાભારત રચી છે.
વાત એ નથી કે સમય મારો સારો નથી,
પણ લાગણીઓના વ્યવહારના ખેલ ના કરાય.
"ભાવના" તરસથી ટળવળીને ઝાંઝવાં ડહોળ્યા છે
જયારે બધાને એમ છે રણનું અમે મંથન કયુઁ છે.
