STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Others

4  

Vrajlal Sapovadia

Abstract Others

દૂધ

દૂધ

1 min
63

માતૃ પ્રેમે, જતન કરવાં, શીશુનાં ગાલ રાતાં 

અંગે લોહી, સરસ ભરવાં, દૂધ દીધું શરીરે,


સ્તન્ય પ્રાણી, ધવલ પયનું, દાન દેવા અમોને  

સોહામણાં, જણતર શિશું, કાજ સેવા અર્પિતે,


દુગ્ધે વીતે, બચપણ વળી, બાળ કેરૂં અનેરું 

રંગે ધોળું, અમરત અને, શ્વેત પેંડા પનીરે,


સંપૂર્ણ છે, રસ મધુર ને, સ્નેહ આહાર મીઠો 

બાસુંદી ને, સરસ રબડી, ખીર માવો ખવાશે,


શ્રીખંડથી, તરસ છિપતી, છાશ ઠંડી મઝેરી 

ઘી મીઠાઈ, વગર અમને, માખણે કેમ ચાલે,


માતૃ પ્રેમે, જતન કરવાં, શીશુનાં ગાલ રાતાં

આખા વિશ્વે, વગર દૂધ ને, ધાવણે માનવી નૈ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract