અઘરી છું
અઘરી છું
1 min
13.3K
મને સમજવી સહેલી નથી,
હૂ બહુ અઘરી છું.
ભરોસાના રણમાં વરસતો
વણ માગ્યો વરસાદ છું,
હુ બહુ અઘરી છું.
ગુમાવવાનો હિસાબ કોણ રાખે?
કોણ મળ્યા એનો આનંદ રાખુ છું,
હું બહુ અઘરી છું.
હું ભલે કઠપૂતળીની જેમ નચાવે એમ નાચુ,
ખુશમિજાજ રહેવું છે રકઝક વગર,
હા, હું બહુ અઘરી છું.
પીડા થશે તમને અસહ્ય જો જાણશો મારા હૈયાને,
નહીં બોલેલી "ના"નો ભાર છે
હા, હું અઘરી છું.
"ભાવના" ખુમારી તો વારસાગત ટેવ છે મારી,
તમે મારી એ ટેવને નહીં સમઝી શકો,
હા હું અઘરી છું.
