STORYMIRROR

Rohit Prajapati

Others Romance

5.0  

Rohit Prajapati

Others Romance

તું નખરાળી

તું નખરાળી

1 min
1.2K


જીવનની તૃપ્તિ પ્રેમ, એ તું માને નખરાળી,

એટલેજ તારા પ્રેમમાં, હું કરું રાતપાળી !


ધબકારા ચૂકી તારા હૈયાએ, આપી હાથતાળી,

આપણા આ પ્રેમની ડગર, બહુ પથરાળી !


આંખો થાય તૃપ્ત મારી, તારી તસવીર નિહાળી,

હાથમાં મહેંદી મારા નામની, આજ લાગે નીરાળી !


આલિંગનમા જ્યારે ભળે, આંખ દે તારી ઢાળી,

અધરથી થઈને તૃપ્ત તું, બની ભાગ્યશાળી !


તારી માદક મનમોહક અદાઓ, લાગે છે નિરાળી,

તારી આગોશમાં મારે, જાણે દરરોજ છે દિવાળી !


Rate this content
Log in