તમારી યાદ છે કાફી
તમારી યાદ છે કાફી
1 min
13.9K
ન આવ્યા આંખમાં આંસુ, તમારી યાદ છે કાફી.
ભલે એ વાત છે નોખી, વ્યથાએ લાજ રાખી છે.
ફરીથી કેમ પૂછ્યું તે, હથેળીમાં લકીરો છે?
લકીરોને અમે બાંધી, તમારે કાજ રાખી છે.
પુરાવા કેમ આપું હું,અમારી પ્રીતના બોલો,
પ્રયાસોને પુરાવામાં ખપાવો, ઘાત રાખી છે.
બતાવી દો તમે કોઈ ખતા જો હોય તો બાકી,
પડ્યો છે આ જિંદગી સાથે પનારો વાત રાખી છે.
સદા વાવી અમે તો માણસાઈને લણી લે જો,
તમે જો પ્રેમથી જોશો, હંમેશા જાત રાખી છે.